Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રખડતા ઢોર પકડતી પાલિકાની ટીમો જોડે સાધનોનો અભાવ

VADODARA : દિવસ-રાત જોયા વગર શહેરભરમાં કામગીરીમાં વ્યસ્ત ઢોર પકડતી ટીમોને ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે
vadodara   રખડતા ઢોર પકડતી પાલિકાની ટીમો જોડે સાધનોનો અભાવ
Advertisement

VADODARA : વડોદરા શહેરભરમાં રખડતા ઢોરનો ભારે ત્રાસ (STRAY CATTLE ISSUE - VADODARA) છે. જેને નાથવા માટે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવા માટે દિવસ-રાત સતત કામગીરી ચાલુ રાખવા કુલ 18 ટીમો બનાવી દીધી છે. પરંતુ આ ટીમ માટે માત્ર ગણતરીના જ સાધનો છે. પરિણામે ઢોર પકડીને જાહેરમાં ઉભી રહેતી ટીમ સાથે ગૌપાલકો ઘર્ષણ કરીને ઢોર છોડાવી જતા હોવાના બનાવો બનવા માંડ્યા છે. આમ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ટીમો બનાવી દીધી છે પરંતુ પકડેલા ઢોર પુરવા માટે ટીમને ટ્રેક્ટરના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવતી નહીં હોવાની ફરિયાદો

વડોદરા શહેરમાં રખડતા ઢોર બાબતે સરકારની ચીમકી બાદ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ટીમની સંખ્યા વધારીને 18 કરી દેવાઇ છે. આ તમામ ટીમોને રાઉન્ડ ધ ક્લોક દિવસ-રાત કામગીરી બજાવી પડે છે. શહેરમાં ચારે બાજુએ દિવસ-રાત જોયા વગર સતત કામગીરીમાં વ્યસ્ત ઢોર પકડતી ટીમોને ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે ટીમો અસરકારક રીતે પોતાનું કામ કરી શકતી નથી.

Advertisement

યેનકેન પ્રકારે પાલિકા તંત્ર દ્વારા પકડાયેલ ઢોરને છોડાવી જાય

ઉલ્લેખનીય છે કે જાહેર રોડ રસ્તા પર પકડેલા ઢોર સાથે ટીમ ટ્રેક્ટરના અભાવે ઊભી રહે છે. દરમિયાન પશુ પાલકો આવીને ઢોર પકડતી ટીમ સાથે જીભાજોડી સહિત ઘર્ષણમાં ઉતરે છે. અને યેનકેન પ્રકારે પાલિકા તંત્ર દ્વારા પકડાયેલ ઢોરને છોડાવી જતા હોય છે. જેથી, ઢોર પકડતી ટીમની કામગીરીમાં ભારે રૂકાવટ આવે છે.

Advertisement

પકડેલા ઢોરને કોર્ડન કરીને રોડ પર ઉભા છીએ

કેટલાક રખડતા ઢોર પકડીને શહેરના એક વિસ્તારમાં ઢોર પકડતી ટીમ તમામ ઢોરને કોર્ડન કરીને ટ્રેક્ટરના ઇન્તેજારમાં ઉભી હતી. અંતે ક્યાંથી નીકળેલા અન્ય અધિકારીઓએ કરેલી પૂછપરછમાં હજી સુધી ટ્રેક્ટર આવ્યું નથી. જેથી પકડેલા ઢોરને કોર્ડન કરીને રોડ પર ઉભા છીએ. દરમિયાન આવેલા કેટલાક ગૌ પાલક હોય ઢોર ટીમ સાથે દરમિયાનગીરી સહિત ઘર્ષણ કરીને તમામ પકડેલા ઢોર છોડાવી ગયા હતા. સાધનોનો અભાવ છતાં પાલિકાની ઢોર ટીમે કુલ 16 ઢોર પકડીને પાંજરાપોળ ખાતે મૂક્યા હતા.

આ પણ વાંચો --- VADODARA : સરકારી શાળાની બહાર ઉકરડા જેવી સ્થિતી, VMC નિષ્ક્રિય

Tags :
Advertisement

.

×