Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિપક્ષના નેતાએ સમસ્યા અધિકારી સુધી પહોંચાડવા રૂબરૂ જવું પડ્યું

VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) ના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાના વોર્ડ નંબર 16માં આવેલ અનેક વિસ્તારો પુરના પાણી ફરી વળ્યા હતા. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્તો અને પૂર પીડિતો માટે કેશ ડોલ તેમજ ઘરવખરીના સામાન આપવા માટે સર્વે...
vadodara   વિપક્ષના નેતાએ સમસ્યા અધિકારી સુધી પહોંચાડવા રૂબરૂ જવું પડ્યું
Advertisement

VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) ના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાના વોર્ડ નંબર 16માં આવેલ અનેક વિસ્તારો પુરના પાણી ફરી વળ્યા હતા. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્તો અને પૂર પીડિતો માટે કેશ ડોલ તેમજ ઘરવખરીના સામાન આપવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 16 માં ઘણી જગ્યાએ સર્વે થયો છે, તો ઘણી જગ્યાએ સર્વેનું નામો નિશાન નથી. જેને જોતા વોર્ડ નંબર 16 મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોની ને સતત સંપર્ક કર્યો હતો.

તેઓ કામમાં હતા

દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોની તેમનો ફોન ના ઉપાડતા આખરે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેઓની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં વિપક્ષે નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મામલતદારને ફોન કેમ નહીં ઉપાડતા તેવા પ્રશ્ન પૂછતા તેઓ કામમાં હતા તેમ તેમને જણાવ્યું હતું. બાદમાં તેમના વિસ્તારમાં સર્વે ક્યારે થશે અને કેટલા સમયમાં લોકોને સાહાય પૂરી પાડવામાં આવશે તેની પણ રજૂઆતો કરવામાં આવી હતી. મામલતદાર ફાલ્ગુની સોની દ્વારા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને જણાવ્યું કે, વહેલી તકે તેમના વિસ્તારમાં સર્વે પૂર્ણ થશે અને લોકોને જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

વારંવાર માંજલપુર વિસ્તારનો ઉલ્લેખ કર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનો વોર્ડ નંબર 16 માં કયા વિસ્તાર છે તેનું ધ્યાન ન હતું. મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે વિપક્ષના નેતા કયા વિસ્તારની રજૂઆતો લઈને આવ્યા હતા ત્યારે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ વારંવાર માંજલપુર વિસ્તારનો ઉલ્લેખ કર્યો. જે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવમાં આવતો નથી તેથી અનેક લોકો સર્જાય છે કે દક્ષિણ રોડના મામલતદાર ફાલ્ગુનીબેન સોની ને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરોનો વોર્ડ વિસ્તાર ખબર નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પહેલા નોરતે ગરબા મેદાન કાદવથી લથપથ, ડિવાઇડર બન્યું પાર્કિંગ સ્ટેન્ડ

Tags :
Advertisement

.

×