VADODARA : “રોજ મરવું તેના કરતા એક દિવસ મરવું સારૂ”, ઉભરાતી ગટરથી પરેશાન નાગરિકનો અંતર્નાદ
VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VMC) લોકોને પીવાનું પાણી અને ઉભરાતી ગટરોની સમસ્માંથી મુક્તિ અપાવી શકી નથી. કેટલીક જગ્યાઓ પર પૂર બાદ પરિસ્થિતી હજી પણ ખરાબ છે. ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પૂર બાદથી ગટર ઉભરાવવાની તથા ગટર મિશ્રિત પાણી આવતું હોવાની સમસ્યાએ પરિવારોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ત્યારે હવે આ સમસ્યાથી અત્યંત ત્રસ્ત એક પરિવારે સામુહીક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.
લોકોની મુશ્કેલીઓ વિકટ બની
વડોદરામાં આખુ વર્ષ ગટર અને પીવાના પાણીની સમસ્યાની બુમો ઉઠતી જોવા મળે છે. આ સમસ્યાનો હજી સુધી કાયમી કોઇ પણ ઉકેલ શોધી શકાયો નથી. અને અનેક લોકો આજે પણ આ સમસ્યાથી પીડિત છે. પરંતુ હવે લોકોના સબરનો બંધ તુટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પૂર બાદથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા છે. આ ગટરના પાણી પીવા લાયક પાણી સાથે મિશ્રિત થતા હવે લોકોની મુશ્કેલીઓ વિકટ બની છે. ત્યારે સોસાયટીના એક પરિવારે સામુહીક આપઘાતની ચીમકી ઉચ્ચારતા સનસની મચી જવા પામી છે. જો કે, પાલિકા કમિશનરના પીએ દ્વારા તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતા હાલ તબક્કે મામલો શાંત થયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
હું અમે મારો પરિવાર સામુહિત આપઘાત કરવાના છીએ
મીનેષ પાઠકે જણાવ્યું કે. હું ગોત્રી રોડ વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં રહું છું. જ્યારથી પૂર આવ્યું ત્યારથી અમારી સોસાયટીમાં ગટરો ઉભરાઇ રહી છે. ગટરનું પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થઇ રહ્યું છે. જેથી પીવાનું પાણી ગંધાતુ આવે છે. અત્યારે અમે વેચાતુ પાણી લાવીને પી રહ્યા છીએ. મારા પિતાની 83 વર્ષ ઉંમર છે, તેઓ બિમાર પડ્યા છે. અમારા કોર્પોરેટર નિતિનભાઇએ ખાસો પ્રયત્ન કર્યો છે. છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. તેઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. હું અમે મારો પરિવાર સામુહિત આપઘાત કરવાના છીએ. કારણકે રોજ મરવું તેના કરતા એક દિવસ મરવું સારૂં છે. અમારી સહનશક્તિ પૂર્ણ થઇ ગઇ છે.
ઉકેલ લાવવાનું કાર્ય જારી
તેમણે ઉમેર્યું કે, હું પાલિકા કમિશનરને મળવા આવ્યો હતો. તેઓ અનિવાર્ય સંજોગોવસાત મળી શકે તેમ નથી. તેમના પીએ એ વોર્ડના એન્જિનીયર જોડે વાત કરીને સ્થિતી જાણી છે. તેમણે કહ્યું કે, તમારી સમસ્યાનો ઉકેલ લાવવાનું કાર્ય જારી છે.
આ પણ વાંચો – VADODARA : પાલિકાની સભામાં શાસક-વિપક્ષ વચ્ચે માત્ર "નિવેદનબાજી"


