VADODARA : VMC ની જળ સંચયની વાતો માત્ર કહેવા પુરતી હોવાની સાબિતી આપતો કિસ્સો
VADODARA : વડોદરા પાલિકા (VMC - VADODARA) દ્વારા ચોમાસા પહેલા તળાવોને ખાલી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વચ્ચે જળ સંચયની વાતનો છેદ ઉડાડે તેવી ઘટના સપાટી પર આવી છે. ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિન્સ વિલાની બાજુના 100 વર્ષ જુના તળાવનું 70 ટકા જેટલું પુરાણ થઇ ગયું છે. તેમાં મોટા પાયે ડેબરીઝનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી પાલિકા તંત્રની કામગીરી સામે શંકા ઉપજી રહી છે.
આ તળાવનું ધીરે ધીરે પુરાણ થઇ રહ્યું છે
સમગ્ર મામલે સ્થાનિક સર્વેએ મીડિયાને જણાવ્યું કે, આ કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે. અગાઉ તળાવ ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી. તેને તોડી નાંખી અથવા તે તુટી ગઇ છે. તે પાછળનું કારણ આપણને ખબર નથી. પાલિકા કે આસપાસના બિલ્ડરો દ્વારા ડેબરીઝનો નિકાલ કરવામાં આવ્યો છે, કોણે કર્યું તેનો અંદાજો નથી. આ તળાવનું ધીરે ધીરે પુરાણ થઇ રહ્યું છે. જે યોગ્ય નથી. જ્યરે સરકાર જળ સંચય કરી રહ્યા છે. તો અહિંયા કેમ પુરાણ કરી રહ્યા છે. અહિંયા પાણીનો સંચય થાય તો કામ લગી શકે છે.
ઘટનાની જાણ થતા તુરંત અધિકારીને કડક સુચના આપી
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, ગોત્રી વિસ્તારમાં પ્રિન્સ વિલાની બાજુમાં આવેલા નોટીફાઇડ તળાવ આવેલું છે. જેને ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી. જેને તોડીને કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન વેસ્ટ નાંખીને તળાવ પુરવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતા તુરંત અધિકારીને કડક સુચના આપી છે. અને તાત્કાલિક ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડી, ફેન્સીંગ કરવામાં આવે, તથા ગેરકાયદેસર ડેબરીઝનો નિકાલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે. તો બીજી તરફ પાલિકાની વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ મીડિયાને જણાવ્યું કે, તેઓ તળાવ પુરીને ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છે. તેમની સામે સુઓમોટો કેસ દાખલ કરવો જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : સરકારી જમીન પરના 314 ધાર્મિક દબાણો દુર કરવા VMC સજ્જ


