Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકા દ્વારા રૂ. 31 કરોડનો ખોટો ખર્ચ કરાતો હોવાનો આરોપ

VADODARA : તેમનું કહેવું છે કે, બ્રિજ મામલે સલાહકારનો રિપોર્ટ જાણી જોઇને જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે અમુક જગ્યાએ જ રીપેર કરવા જણાવ્યું હતું.
vadodara   પાલિકા દ્વારા રૂ  31 કરોડનો ખોટો ખર્ચ કરાતો હોવાનો આરોપ
Advertisement

VADODARA : વડોદરા પાલિકા દ્વારા શહેરના 12 બ્રિજ પર રિકાર્પેટીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેની સામે પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવત દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. અને રૂ. 31 કરોડનો ખર્ચ ખોટો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, બ્રિજને સામાન્ય મરામત અથવા તો પેચવર્કની જરૂરત છે. તેની જગ્યાએ પાલિકા દ્વારા ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યે છે. અને આ સામે તેમણે વિજિલન્સ તપાસની પણ માંગણી કરી છે. જેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. (EX OPPOSITION LEADER WROTE LETTER TO AUTHORITY RAISE CONCERN ABOUT WASTING PUBLIC MONEY ON BRIDGE - VADODARA)

મ્યુનિસિપલ કમિશન, મેયર, ડે.મેયર, હાલના વિપક્ષી નેતા સહિતને જાણ કરી

વડોદરા પાલિકા દ્વારા શહેરભરમાં વિવિધ ઓવર બ્રિજ પર રીકાર્પેટીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. 31 કરોડ આંકવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા આ ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા મુકવામાં આવ્યો છે. તેમણે આ અંગે મ્યુનિસિપલ કમિશન, મેયર, ડે.મેયર, હાલના વિપક્ષી નેતા સહિતને આ અંગે પત્ર લખીને જાણ કરી છે. તેમનું કહેવું છે કે, બ્રિજ મામલે સલાહકારનો રિપોર્ટ જાણીજોઇને જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે અમુક જગ્યાએ જ રીપેર કરવા જણાવ્યું હતું. આ સાથે તેમણે રિપોર્ટ જારી કરવાની માંગ કરી છે.

Advertisement

ચાર-પાંચ વર્ષો સુધી તેને કંઇ થાય તેમ નથી

વધુમાં તેમના જણાવ્યા અનુસાર, જે 12 બ્રિજ પર રિકાર્પેટીંગનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. તે પૈકી કેટલાક પર તો મામુલી મરામત અથવા તો રીપેરીંગ કાર્યની જ જરૂરત છે. તે બ્રિજ સારી હાલતમાં છે, અને હજી ચાર-પાંચ વર્ષો સુધી તેને કંઇ થાય તેમ નથી. છતાં પાલિકા તંત્ર દ્વારા ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સાથે જ નાણાંના વેડફાટ સામે તેમણે ભ્રષ્ટાચાર થતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

Advertisement

........તો કાયદાકીય રાહે પગલાં ભરવાની ચિમકી

વધુમાં તેમણે, રિકાર્પેરીંટની કામગીરી સામે વિજિલન્સ તપાસની માંગણી કરી છે. અને જ્યાં સુધી તેનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કામગીરી અને પેમેન્ટ રોકી રાખવાનું સૂચન પત્રમાં કર્યું છે. તથા તેમની માંગ પુરી કરવામાં નહીં આવે તો કાયદાકીય રાહે પગલાં ભરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

પત્રમાં ઉલ્લેખિત બ્રિજની હાલત નીચે મુજબ છે

  • બ્રિજ - વર્ષ - પરિસ્થિતી
  1. શાસ્ત્રી બ્રિજ (જૂનો) - ઇસ, 1971 - સારી હાલતમાં છે
  2. શાસ્ત્રી બ્રિજ (નવો) - ઇસ. મે - 2018 - સારી હાલતમાં છે
  3. ફતેગંજ બ્રિજ - ઇસ. ડિસે - 2015 - સારી હાલતમાં છે. એક તરફનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, બીજી બાજુ બાકી છે
  4. અમિતનગર બ્રિજ - ઇસ જૂન - 2013 - સારી હાલતમાં છે
  5. કલાલી રેલવે બ્રિજ - ઇસ. ફેબ્રુ - 2014 - સારી હાલતમાં છે
  6. સોમાતળાવ રેલવે બ્રિજ - ઇસ. ફેબ્રુ - 2014 - સારી હાલતમાં છે, છતાં કામ કર્યું
  7. લાલબાગ રેલવે બ્રિજ - ઇસ. 2012 - કેટલીક જગ્યાએ રીપેરીંગની જરૂરત છે
  8. અકોટા-દાંડિયાબજાર બ્રિજ - ઇસ. 2014 - સારી હાલતમાં છે
  9. જેતલપુર રેલવે બ્રિજ - ઇસ. 2011 - રીપેરીંગની જરૂરત જણાય છે
  10. હરિનગર બ્રિજ - ઇસ. 2014 - પેચવર્કની જરૂરત જણાય છે
  11. કાસમઆલા બ્રિજ - રીપેરીંગની જરૂરત જણાય છે
  12. કાશીબા હોસ્પિ. બ્રિજ - બ્રિજની પહોળાઇનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : વિતેલા 4 મહિનામાં 8 મગરોના મોતથી ચિંતા

Tags :
Advertisement

.

×