VADODARA : ગેરકાયદેસર દબાણો દુર કરાતા દુકાનધારકોમાં નારાજગી
VADODARA : વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં દુકાનોના ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. જેને પગલે દુકાનધારકોમાં નારાજગી જોવા મળી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી ટીમની હાજરીમાં દુકાનદારોનું કંઇ ચાલ્યું ન્હતું. આખરે તેમણે જાતે જ દુકાનમાંથી સામાન દુર કરવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકનું કહેવું છે કે, દુકાનોની ઉપર આવેલા એપાર્ટમેન્ટ સારી સ્થિતીમાં નથી. તે લોકો સહમત થાય તો અમે જુનું માળખું તોડીને નવું માળખું તૈયાર કરવા અંગે કંઇ વિચારી શકીએ. (VMC ENCROACHMENT DRIVE TO REMOVE ILLEGAL SHOP - VADODARA)
સરકારી રાહે જે કંઇ થશે તે કરીશું.
વડોદરાના ઇલોરાપાર્ક સ્થિત પંચરત્ન બિલ્ડીંગ સામે અમુલ એપાર્ટમેન્ટ આવેલા છે. આ એપાર્ટમેન્ટના નીચેના ભારે કેટલીક પતરાની દુકાનો ઉભી કરવામાં આવી છે. જેને દુર કરવા પહોંચેલા પાલિકાના ઇન્પેક્ટર પીયુષ ગવલીએ મીડિયાને જણાવ્યું કે, વર્ષ 2015 માં નોટીસ આપતા રહેતા લોકોએ મિલકત જાતે દુર કરી હતી. દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામ દુર કરવામાં આવ્ચું ન્હતું. ઉપરના મકાન માલિકો દ્વારા દુકાનો અંગે પાલિકામાં અરજી કરી હતી. આજે પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ દુર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ખાનગી સંપતિ છે, સરકારી રાહે જે કંઇ થશે તે કરીશું.
દુકાનો પર રહેતા રહીશોનું કશું જોવાનું નહીં
સ્થાનિક નિતીન દરજીએ મીડિયાને જણાવ્યું કે, અમે ચાર દુકાનો તેમને આપવા તૈયાર છીએ. પરંતુ ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે આપી શકાય ? અને તેનો નક્શો જ ના હોય તો પાલિકા કયા આધારે તે આપી શકે ? દુકાનો પર રહેતા રહીશોનું કશું જોવાનું નહીં, તેઓ અમારી મીટિંગમાં હાજર થતા નથી. કોઇ પણ પ્રકારે સાથસહકાર આપતા નથી. અમે આખું નવું બિલ્ડીંગ બનાવવા તૈયાર છે. અમારી અરજીના આધારે આજે દબાણ દુર કરવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો ---- VADODARA : રાવપુરામાં નાશ્તા-ફરસાણની દુકાનો પર તપાસ, તેલનો નાશ


