Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડીઝલ ચોરી કૌભાંડ મામલે પાલિકાએ એજન્સીને મોટો દંડ ફટકાર્યો

VADODARA : રેડમાં આવતા પાલિકાના જેટ મશીનની પેટ્રોલ ટેંકમાં પાઇપ મુકીને બીજો છેડો કારબામાં મુકીને ચોરી કરવામાં આવતું હોવાનું મળી આવ્યું હતું
vadodara   ડીઝલ ચોરી કૌભાંડ મામલે પાલિકાએ એજન્સીને મોટો દંડ ફટકાર્યો
Advertisement

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) ની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SPECIAL OPERATION GROUP - SOG, VADODARA) બ્રાન્ચ દ્વારા પાલિકાના વાહનોમાંથી ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખરેખર જે કામ પર પાલિકાએ દેખરેખ રાખવી જોઇએ, જેની જગ્યાએ એસઓજી દ્વારા દેખરેખ રાખીને ગેરરીતિ ખુલ્લી પાડવામાં આવી છે. પાલિકાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ડ્રાઇવર દ્વારા તેમના મળતિયાઓ જોડે મળીને વાહનોમાંથી ડીઝલ ચોરવામાં આવતું હતું. અને ચોરેલા ડીઝલને સસ્તા ભાવે સગેવગે કરવામાં આવતું હતું. આ કૌભાંડ સામે આવતા પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સી બાલાજી સિક્યોરીટીઝને રૂ. 2 લાખનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. જે રીતે લાંબા સમયથી કૌભાંડ ચાલે છે, તેની સામે દંડની રકમ ઓછી હોવાનો લોકોમાં ગણગણાટ છે.

શું હતો મામલો

વડોદરા એસઓજીની હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ફતેપુરા રોડ. ભાટીયા પેટ્રોલ પંપ પાછળ કટારીયા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન પાસે દિવાલોની આડમાં પાલિકાના જેટીંગ મશીનમાંથી ડ્રાઇવર આરીફ કાદરી ડીઝલ ટેંકમાંથી મળતીયાઓ સાથે મળીને ચોરી કરી રહ્યો છે. બાતમીના આધારે રેડ કરવામાં આવતા પાલિકાના જેટ મશીનની પેટ્રોલ ટેંકમાં પાઇપ મુકીને બીજો છેડો કારબામાં મુકીને ચોરી કરવામાં આવતું હોવાનું મળી આવ્યું હતું. એસઓજીની રેડમાં તમામ રંગેહાથ પકડાઇ ગયા હતા.

Advertisement

એક વખતમાં 40 લિટર જેટલું ડીઝલ કાઢવામાં આવતું

બાદમાં તમામની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઇવર આરીફઅલી કાદરીએ જણાવ્યું કે, આ જેટ મશીન પાલિકાનું છે. તે બાલાજી સિક્ટોરીટીની કોન્ટ્રાક્ટમાં છેલ્લા એક વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરી છે. અગાઉ બીજા કોન્ટ્રાક્ટ હેઠળ 7 વર્ષ સુધી વડોદરા પાલિકામાં નોકરી કરી છે. તે દર બે મહિનાથી દર ત્રીજા દિવસે મહોલ્લામાં રહેતા હસમનીયા ઇસુબમીયા શેખ સાથે મળીને મશીન અહિંયા લાવતા હતા. અને પાઇપ મુકીને તેમાંથી કારબામાં ડીઝલ કાઢી આપે છે. એક વખતમાં 40 લિટર જેટલું ડીઝલ કાઢવામાં આવતું હતું. તેને પ્રતિ લિટર રૂ. 60 ના ભાવે વેચવામાં આવતું હતું.

Advertisement

બે સામે નોંધાઇ ફરિયાદ

બાદમાં એફએસએલમાં નમુનાને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યવાહીમાં આરીફઅલી આસીફઅલી કાદરી (રહે. આફરીન ફ્લેટની બાજુમાં, યાકુતપુરા, વડોદરા) અને હસનમીયાં ઇસુબમીયા શેખ (રહે. મનીનારા કોમ્પલેક્ષ, સરસીયા તળાવ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિવિધ વાહનો અને ડીઝલ મળીને રૂ. 18.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, જાણો કાર્યક્રમ વિગતવાર

Tags :
Advertisement

.

×