Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વેરા વસૂલાતના ટાર્ગેટ સુધી પહોંચવા પાલિકા પાસે ઓછો સમય

VADODARA : વડોદરા મહાનગર પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર 41,700 બાકીદારો સામે વોરંટ ઇશ્યુ કર્યા છે. અને 69 હજાર નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે.
vadodara   વેરા વસૂલાતના ટાર્ગેટ સુધી પહોંચવા પાલિકા પાસે ઓછો સમય
Advertisement

VADODARA : વડોદરા પાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી તેજ કરવામાં આવી (VMC TAX RECOVERY SPEEDUP - VADODARA) છે. આ કામગીરી વધુ વેગવંતી બને તે માટે પાલિકાના ડે. મ્યુનિ. કમિ. દ્વારા તમામ વોર્ડમાંથી અધિકારીઓની મિટીંગ બોલાવી હતી. જેમાં બાકી વેરાની વસૂલાત કડક હાથે કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે. પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાંકિય વર્ષમાં રૂ. 724 ના ટાર્ગેટ સામે રૂ. 591 કરોડની વસૂલાત થઇ શકી છે. હવે એક મહિના જેટલા સમયમાં રૂ. 132 કરોડની વસૂલાત કરવી પડશે. જે હાલ તબક્કે અઘરૂ જણાય છે.

41,700 બાકીદારો સામે વોરંટ ઇશ્યુ કર્યા

31, માર્ચે નાણાંકિય વર્ષનો અંત આવશે. વર્ષ દરમિયાન વડોદરા પાલિકા દ્વારા વેરા વસૂલાતનો રૂ. 724 કરોડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં રૂ. 591 કરોડની વસૂલાત થઇ શકી છે. ટાર્ગેટ હાંસલ કરવામાં હજી રૂ. 132 કરોડ ખુટે છે. આ વસુલાત હવે એક મહિનામાં જ થાય તો ટાર્ગેટ સુધી પહોંચી શકાશે. દરમિયાન પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર 41,700 બાકીદારો સામે વોરંટ ઇશ્યુ કર્યા છે. અને 69 હજાર નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. આ સાથે જ કડકાઇ દાખવતા મિલકતો પણ સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

શનિ-રવિવારની રજાના દિવસોમાં પણ વોર્ડ કચેરીઓ બપોર સુધી ખુલ્લી

રૂ. 591 કરોડની વસૂલાતમાં સૌથી વધુ હિસ્સો રૂ. 481 કરોડનો મિલકત વેરાનો છે. બાકી પ્રોફેશનલ ટેક્સની રૂ. 62 કરોડ, વ્હીકલ ટેક્સની રૂ. 47 કરોડ તેમજ પાણી ચાર્જના રૂ. 55 લાખ પાલિકાને મળ્યા છે. બાકી વેરાની વસૂલાત માટે પાલિકા દ્વારા 31 માર્ચ સુધીમાં શનિ-રવિવારની રજાના દિવસોમાં પણ વોર્ડ કચેરીઓ બપોર સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ મોટા બાકીદારોનું લિસ્ટ બનાવીને ડેઇલી ડેટા મેળવીને સમીક્ષા કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : શહેરની સુંદરતા ઝાંખી પાડતા 405 હોર્ડિંગ્સ-બોર્ડ દુર કરાયા

Tags :
Advertisement

.

×