Vadodara : પાલિકાના સ્ટોરમાં મોટી સંખ્યામાં તિરંગાનો જથ્થો પડી રહ્યો
- તિરંગાનો મોટો જથ્થો મોડો આવતા લોકો સુધી પહોંચાડી ના શકાયો
- હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગાનું વિતરણ કરવાનું હતું
- તંત્રની લાપરવાહી સામે લોકોએ ઉઠાવ્યા સવાલ
Vadodara : વડોદરા મહાનગર પાલિકા (Vadodara - VMC) ના સેન્ટ્રલ સ્ટોર (Central Store - Vadodara) માં મોટી સંખ્યામાં થેલામાં ભરેલો તિરંગા (Tricolor Flag) ઝંડાનો જથ્થો અને લાકડીઓ પડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ ઝંડાનું શહેર-જિલ્લામાં રહેતા લોકો સુધી વિતરણ કરવાનું હતું. પરંતુ લોકો સુધી પહોંચે તે પહેલા 15 ઓગસ્ટ, સ્વાતંત્રતા પર્વ વિતી ગયો હતો. અને આ જથ્થો સ્ટોરમાં જ જોવા મળ્યો હતો. જેને પગલે તંત્રની બેદરકારી વિરૂદ્ધ નગરજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઝંડાનો જથ્થો વડોદરા જિલ્લામાં વિતરણ કરવાનો હતો. પરંતુ તે મોડો આવ્યો હોવાથી તેનું સમયસર વિતરણ થઇ શક્યું નથી. હવે આ ઝંડાઓનું શાળામાં વિતરણ કરી દેવાશે.
લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી
ભારત સરકાર દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના ખીલવવા તથા તેેને વધુ મજબુત બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવે છે. ઓગસ્ટ માસની શરૂઆતથી લઇને 15 ઓગસ્ટ સુધી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત નાગરિકોને તિરંગા ઝંડાનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. મોટા ભાગે આ ઝંડાને લોકો પોતાના ઘર-ઓફીસે લહેરાવતા હોય છે. ગતરોજ સ્વતંત્રતા પર્વ વિતી ગયો છે. છતાં વડોદરાના પાલિકામાં મોટી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજ પડી રહ્યા છે. જેને લઇને લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
સમયસર વિતરણ થઇ શક્યું ન્હતું
સુત્રોનું કહેવું છે કે, આ જથ્થો રાત્રીના સમયે આવ્યો હતો. પાલિકા તંત્ર (Vadodara - VMC) દ્વારા કોર્પોરેટરોને ત્યાં રાષ્ટ્ર ધ્વજનો જથ્થો પહેલાથી જ મોકલી આપવામાં આવ્યો છે. હાલ બાકી રહેલો જથ્થો જિલ્લા માટેનો છે. સુત્રોએ ઉમેર્યું કે, જિલ્લામાં તિરંગા યાત્રા પૂર્ણ થઇ ગયા બાદ જથ્થો આવવાના કારણે તેનું સમયસર વિતરણ થઇ શક્યું ન્હતું. જેને પગલે હવે તેને શાળાઓમાં વિતરણ કરી દેવાશે. જો કે, આ મામલો સપાટી પર આવતા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને આવનાર સમયમાં યોગ્ય મેનેજમેન્ટ હાથ ધરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
આ પણ વાંચો ----Rashifal 16 August 2025 : આજે જન્માષ્ટમી પર જાણો આપનું દૈનિક રાશિફળ


