VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ
VADODARA : વડોદરા પાલિકામાં વર્ષ 2019 માં જમીન મિલકત શાખામાં અમલદાર તરીકે ફરજ બજાવતા મહેશ પરનામી સામે અપ્રમાણસર મિલકત મળી આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ચાર વર્ષ બાદ બવે તેને ફરજ પર લેવાનો નિર્ણય કરવમાં આવ્યો છે. મહેશ પરનામીને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ નગર ખાતે માટીની દેખરેખનું કામ સોંપવામાં આવ્યું છે. જેને પગલે પાલિકાની લોબીમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. (VMC SUSPENDED OFFICERS GET CHARGE IN VISHWAMITRI PROJECT - VADODARA)
79.51 ટકા અપ્રમાણસરની મિલકતો મળી આવી હતી
વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી માનસર્જિત પૂરની ઘટના બાદ હવે તેનું ફરી નિર્માણ ના થાય તે માટે પૂર નિવારણના પગલાં ભરવામાં આવી રહ્યા છે. હાલમાં વિશ્વામિત્રી નદી સહિત અનેક તળાવોને ઉંડા કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં વડોદરા પાલિકાના ભ્રષ્ટાચારમાં સસ્પેન્ડ કરવામાં આવેલા અમલદાર મહેશ પરનામીને પરત ફરજમાં લેવામાં આવ્યા છે. તેમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટ નગર પર નદીમાં ખોદકામ વેળાએ નીકળતી માટીની ગણતરીનું કામ સોંપવામાં આવ્યું છે. તેમની સામે કાયદેસર આવકના પ્રમાણમાં 79.51 ટકા અપ્રમાણસરની મિલકતો મળી આવી હતી. જે મામલે એસીબી દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.
વોર્ડ ઓફિસર હોવા છતાં જમીન-મિલકત અમલદાર તરીકેની ફરજ સોંપાઇ
આ નિર્ણય બાદ પાલિકાની લોબીમાં તરહ તરહની ચર્ચાઓ જોર પકડ્યું છે. એક પ્રબળ લોકચર્ચા મુજબ, મહેશ પરમાનીને અગાઉ વોર્ડ ઓફિસર હોવા છતાં જમીન-મિલકત અમલદાર તરીકેની ફરજ સોંપાઇ હતી. જેતરમાં તે જગ્યાએ પરિમલ પટણી છે. જો કે, આ જગ્યાએ મહેશ પરમાનીને સેટ કરાવવાનો તખ્તો ઘડાયો હોય તેમ લાગી રહ્યું છે. આવી મલાઇદાર જગ્યાએ કામ કરવું મોટા ભાગના અમલદારોનું સ્વપ્ન હોય છે.
આ પણ વાંચો --- VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા


