Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરને કેટલ ફ્રી બનાવવાનું અભિયાન શરૂ, 18 ટીમો કામે લાગી

VADODARA : તાજેતરમાં વડોદરામાં લગ્નમાં રખડતું ઢોર ઘૂસી જવાના કારણે ઇજા અને રખડતા ઢોરની અડફેટે મોત નીપજવાની ઘટના સામે આવી હતી
vadodara   શહેરને કેટલ ફ્રી બનાવવાનું અભિયાન શરૂ  18 ટીમો કામે લાગી
Advertisement

VADODARA : વડોદરા શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે પાલિકાની 18 ટીમો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે (VMC IN ACTION TO MAKE CITY CATTLE FREE - VADODARA). આ અભિયાનના પહેલા દિવસે ટીમોએ 29 ઢોર પકડ્યા હતા. તાજેતરમાં લગ્નમાં રખડતું ઢોર ઘૂસી જવાના કારણે ઇજા અને રખડતા ઢોરની અડફેટે એકનું મોત નીપજતા પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને વધુ 10 ટીમો જોડીને કુલ 18 ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

થોડાક સમય માટે દેખાડા પુરતી કામગીરી કરે છે

વડોદરામાં રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી ચુકી છે. ઘટનાઓ સામે આવ્યા બાદ પાલિકાની ટીમો એક્શનમાં આવે છે. અને થોડાક સમય માટે દેખાડા પુરતી કામગીરી કરે છે. ત્યાર બાદ ફરી સ્થિતી જેમની તેમ થઇ જાય છે. પાલિકા તંત્ર દ્વારા આ રીતે કામ કરવાના કારણે વારે વારે રખડતા ઢોરના કારણે વડોદરાવાસીઓના જીવ જોખમમાં મુકાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં લગ્નમાં રખડતું ઢોર ઘૂસી જવાના કારણે ઇજા અને રખડતા ઢોરની અડફેટે એકનું મોત નીપજવાની ઘટના સામે આવી હતી. જે બાદ પાલિકાએ વધુ ટીમો ઉમેરીને કુલ 18 ટીમોને રખડતા ઢોર પકડવાની કામગીરીમાં લગાડ્યા છે.

Advertisement

કામગીરી ઢીલી ચાલી રહી હોવાનો લોકોમાં ગણગણાટ છે

ગતરોજ પહેલા દિવસે આ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ પહેલા દિવસે માત્ર 29 રખડતા ઢોર જ પકડી શકાયા હતા. જેના કારણે આ કામગીરી ઢીલી ચાલી રહી હોવાનો લોકોમાં ગણગણાટ છે, તે પછી કોઇએ અગાઉથી જ પેપર ફોડી નાંખ્યું હોય તેવું લોકોનું માનવું છે. આ વખતે પાલિકાનું તંત્ર અસરકારક રીતે આ કામગીરી બજાવે તેવી લોકોની ઇચ્છા છે. નહીં તો અત્યાર સુધી જે ચાલતું આવ્યું છે, તેમ જ થશે, અને ભવિષ્યમાં કોઇ નિર્દોશનો જીવ જોખમમાં મુકાશે, અથવા તો જીવ ગુમાવવો પડશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : લકુલીશ ધામની આસપાસ હવા પ્રદુષણનો ભારે ફેલાવો

Tags :
Advertisement

.

×