VADODARA : વડોદરા પાલિકાને ભવિષ્યમાં IPO લાવવાનું સૂચન
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VMC - VADODARA) ના સ્માર્ટ શાસકો હવે IPO લાવે તેવું સૂચન ચૂંટાયેલા પ્રતિનિધી તરફથી મેળવી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધીનું કહેવું છે કે, જો વડોદરા શહેર આર્થિક દ્રષ્ટિએ મજબુત હોય, વડોદરાનું એકાઉન્ટીંગ ત્રણ સ્ટેજમાં થતું હોય, ત્યારે વડોદરા શહેર ભવિષ્યમાં IPO પણ લાવી શકે છે. ત્યારે અમારૂ કહેવું છે કે, વડોદરાનો નાગરિક શહેરમાં IPO ના માધ્યમથી રૂપિયા ઇન્વેસ્ટ કરશે (VADODARA - VMC TO PLAN FOR IPO IN FUTURE) . તે પણ ભવિષ્ય મહાનગર પાલિકા અને વડોદરાવાસીઓ જોવાના છે. જો કે, વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધી દ્વારા શહેરનું જે ચિત્ર પાલિકાની સભામાં રજુ કરાયું તેનાથી વિપરીત અનેક વિસ્તારોની હકીકત છે. પીવાનું ચોખ્ખું પાણી, ઉભરાતી ગટરો, રોડ-રસ્તા પર સમયાંતરે પડતા ખાડા જેવી અનેક સમસ્યાઓ શહેરવાસીઓ ભોગવી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં આવનારા IPO ને વડોદરાવાસી કેટલું સ્વિકારે છે, તે જોવું રહ્યું.
વડોદરા શહેર પાલિકા આજે પ્રોફીટેબલ સંસ્થા છે
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયાએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા મહાનગર પાલિકા સ્વતંત્ર કામ કરે છે, મહેકમ વધારે છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મેળવે છે. વડોદરા શહેરની એકાઉન્ટીંગ સિસ્ટમ 3 - વે રાખે છે. તેની સ્ક્રુટીની રેગ્યુલર કરતી હોય છે. વડોદરા શહેર આજે સારી સ્થિતીમાં ચાલી રહ્યું છે. અને ભાજપના વહીવટના કારણે શક્ય બન્યું છે. વડોદરા શહેર પાલિકા આજે પ્રોફીટેબલ સંસ્થા છે. જે પ્રમાણે, લોકોએ પાલિકાના બોન્ડમાં રસ દેખાડ્યો છે. તે રીતે લોકો વડોદરા પાલિકાના IPO આવશે, ત્યારે તેમાં પણ રસ દાખવશે. વડોદરા પાલિકાનું બજેટ સાચા અર્થમાં પબ્લીક પાર્ટીસીપેટરી બજેટ બન્યું છે. આ વખતે બજેટમાં 1928 સૂચનો આવ્યા હતા. તે પૈકી 511 સૂચનોનો અગાઉ અમલ થઇ ચૂક્યો છે. 284 સૂચનોને બજેટમાં સમાવી લેવામાં આવ્યા છે. 632 સૂચનોને સમીક્ષા હેઠળ મુકવામાં આવ્યા છે. 56 સૂચનોનો અમલ કરી શકાય તેમ નથી.
નાગરિક શહેરમાં IPO ના માધ્યમથી રૂપિયા ઇન્વેસ્ટ કરશે
વધુમાં જણાવ્યું કે, આ પાર્ટીસીપેટરી બજેટમાં દર વર્ષે કોંગ્રેસનો આરોપ હોય છે કે, માત્ર રૂ. 700 કરોડના કામો જ થયા હોય છે. પરંતુ ગત વર્ષે આપણે પેમેન્ટ રીસીપ્ટ કરી છે, તે રૂ. 1,150 કરોડના કામોની છે. આ વર્ષે બજેટની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે રૂ. 1,300 - 1,400 કરોડના કામોની પેમેન્ટ રીસીપ્ટ પ્રાપ્ત થવાની છે. જો વડોદરા શહેર આર્થિક દ્રષ્ટિએ મજબુત હોય, વડોદરાનું એકાઉન્ટીંગ ત્રણ સ્ટેજમાં થતું હોય, ત્યારે વડોદરા શહેર ભવિષ્યમાં IPO પણ લાવી શકે છે. ત્યારે અમારૂ કહેવું છે કે, વડોદરાનો નાગરિક શહેરમાં IPO ના માધ્યમથી રૂપિયા ઇન્વેસ્ટ કરશે. તે પણ ભવિષ્ય મહાનગર પાલિકા અને વડોદરાવાસીઓ જોવાના છે.
આ પણ વાંચો --- VADODARA : WPL ની મેચ પર સટ્ટો રમાડતા પાંચ ઝબ્બે, એક ડઝન ફોન મળી આવ્યા


