Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 17 નોટીસ બાદ પણ બેજવાબદારી દાખવતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે

VADODARA : કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે પાલિકાની આબરૂનું ધોવાણ થતું હતું. જેથી હવે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાનું મન બનાવી લીધું છે.
vadodara   17 નોટીસ બાદ પણ બેજવાબદારી દાખવતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે
Advertisement

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ના પશ્ચિમ વિસ્તારના સ્ટ્રીટ લાઇનની નિભાવણી અને સંચાલનનો કાર્યભાર સંભાળનાર કોન્ટ્રાક્ટર 17 નોટીસો બાદ પણ સતત બેદરકારી દાખવી રહ્યો હતો. જેને પગલે પાલિકા પર માછલા ધોવાતા હતા. આખરે કોન્ટ્રાક્ટરના વર્ક ઓર્ડર રદ્દ કરવાની સાથે તેને બ્લેક લિસ્ટ (VMC TO BLACK LIST CONTRACTOR) કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે.

કોર્પોરેટર અને નાગરિકો દ્વારા સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની વારંવાર રજુઆતો કરી

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની નિભાવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ રાજદીપ ઇલેક્ટ્રીકલ્સ પ્રા. લિ. (RAJDEEP ELECTRICALS PRIVATE LIMITED TO BLACK LIST) ને સોંપવામાં આવ્યો હતો. તેને આ કામ અંદાજીત 2.40 ટકા વધુ ભાવે રૂ. 8.42 કરોડમાં આપવામાં આવ્યું હતું. જેનો વર્ક ઓર્ડર નવે.- 2023 માં આપવામાં આવ્યો હતો. જો કે, તે બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં લબાડગીરી કરવામાં આવતી હોવાની વ્યાપક બુમો ઉઠવા પામી હતી. તેને સોંપવામાં આવેલા વિસ્તારમાં કોર્પોરેટર અને નાગરિકો દ્વારા સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની વારંવાર રજુઆતો કરી હતી. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે પાલિકાની આબરૂનું ધોવાણ થતું હતું. જેથી હવે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાનું મન બનાવી લીધું છે.

Advertisement

વર્ક ઓર્ડર રદ્દ કરવાની સાથે તેને બ્લેક લિસ્ટ કરવાની કામગીરી કરાશે

દરમિયાન કોન્ટ્રાક્ટરને 17 વખત નોટીસો પાઠવ્યા બાદ પણ તેના પેટનું પાણી હલતું ન્હતું. જે બાદ તેને રૂ. 12.28 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તે પછી પણ તેનામાં કોઇ ખાસ સુધારો આવ્યો ન્હતો. અને વિસ્તારમાં અસુવિધાની બુમો ચાલુ જ હતી. જેથી આખરે રાજદીપ ઇલેક્ટ્રીકલ્સ પ્રા. લિ.નો વર્ક ઓર્ડર રદ્દ કરવાની સાથે તેને બ્લેક લિસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ તેની કુલ 5 ટકા અનામતની રકમ પણ જપ્ત કરવામાં આવશે.

Advertisement

9 નોટીસો આપવામાં આવી છતાં કોઇ સુધારો નહીં

આ સાથે રાજદીપ ઇલેક્ટ્રીકલ્સ પ્રા. લિ. ને રૂ. 2.50 કરોડની મર્યાદામાં સાંસદ-ધારાસભ્ય તથા અન્ય ગ્રાંટમાંથી નવી સ્ટ્રીટ લાઇટની નિભાવણી, સેન્ટ્રલ સાઇડ લાઇટીંગના કામો આપવામાં આવ્યા હતા. તેમાં પણ ભારે બેદરકારી દાખવતા તેને 9 નોટીસો આપવામાં આવી હતી. છતાં કોઇ સુધારો ન જણાતા આખરે તેનું બ્લેક લિસ્ટ થવું નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું પાલિકા સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : જંત્રીમાં વધારો થતા રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો

Tags :
Advertisement

.

×