VADODARA : પાલિકાના હોદ્દેદારોની કારના ફિટનેસ અંગે સવાલો ઉઠ્યા
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ના હોદ્દેદારો માટે કાર મહત્વનું સાધન છે. દિવસભર તેમણે વિવિધ કાર્યોમાં જોડાવવાનું રહે છે, તેની માટે અલગ અલગ જગ્યાઓ પર તેમની હાજરી અનિવાર્ય બની જાય છે. દરમિયાન હોદ્દેદારોને આપવામાં આવતા વાહનોની ફિટનેસ સામે સવાલો ઉઠે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં પાલિકાના વ્હીકલ પુલમાંથી વાહનો બજેટ સાહિત્ય અને ડાયરી કોર્પોરેટરના ઘર ઘર સુધી પહોંચાડવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઓઇલ ટપકવું તથા સ્ટીંયરીંગ લોક થઇ જવાની સમસ્યા ઉદ્ભવતા હવે તેના ફિટનેસ સામે સવાલો ઉઠવા પામ્યા છે. સામાજીક કાર્યકરનું તો ત્યાં સુધી કહેવું છે કે, હોદ્દેદારો માટે નવી ગાડીઓની વ્યવસ્થા કરવી જોઇએ. જેથી શહેરનો વિકાસ ઝડપ પકડી શકે.
ડાયરીઓ અને બજેટનું સાહિત્ય નગર સેવકોને પહોંચાડવાનું હતું
વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, વડોદરા પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે. મોધી ગાડીઓ ખરીદવામાં આવે છે, અને ત્યાર બાદ જરૂર પડ્યે તેનું રીપેરીંગ પણ કરવામાં આવે છે. હાલ વડોદરા શહેરમાં ડાયરીઓ અને બજેટનું સાહિત્ય નગર સેવકોને પહોંચાડવાનું હતું. ત્યારે પાલિકાના વ્હીકલ પુલમાંથી ગાડીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મોટા ભાગની ગાડીએ ખખડધજ્જ હાલતમાં હતી.
શહેરનો વિકાસ વેગ પકડી શકે તે માટે હોદ્દેદારોને નવી કાર આપો
વધુમાં જણાવ્યું કે, ઉત્તરઝોન માટે એક ગાડી મંગાવવી પડી હતી. તેને પરત મોકલીને બીજી ગાડી મંગાવવી પડી હતી. કેટલીક ગાડીઓમાંથી ઓઇલ ટપકી રહ્યા છે. જેના કારણે અન્ય વાહન સ્લીપ થઇને અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. અન્ય ગાડીનું સ્ટીયરીંગ લોક થઇ જતા મહામહેનતે છુટકારો મેળવવો પડ્યો હતો. શહેરના નેતાઓ સતત દોડી શકે અને શહેરનો વિકાસ વેગ પકડી શકે તે માટે હોદ્દેદારોને નવી કાર આપવી જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : BJP MLA ની જમીનની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુલતવી


