Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાડી પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમમાંથી ધૂમાડા નીકળતા દોડધામ

VADODARA : ધૂમાડા નિકળતા પોલીસ જવાનો રેકોર્ડના પોટલાઓ રૂમમાંથી લઇને દોડતા દોડતા અન્યત્રે મુકવા જતા નજરે પડ્યા હતા
vadodara   વાડી પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમમાંથી ધૂમાડા નીકળતા દોડધામ
Advertisement

VADODARA : આજે સવારે વડોદરા (VADODARA) ના વાડી પોલીસ મથક (WADI POLICE STATION) ના રેકોર્ડ રૂમમાંથી ધૂમાડા નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ધૂમાડા નિકળતા પોલીસ જવાનો રેકોર્ડના પોટલાઓ રૂમમાંથી લઇને દોડતા દોડતા અન્યત્રે મુકવા જતા નજરે પડ્યા હતા. ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં મહત્વના રેકોર્ડ સલામત હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું છે. ગતરાત્રે વાડી પોલીસ મથકની બાજુમાં આવેલા ગાદલાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઇને પોલીસ સ્ટાફ સહિત તમામના જીવ તાળવે ચોંટ્યા હતા.

વિજ પુરવઠો બંધ કરીને આગ ઓલવવાની પ્રક્રિયામાં ફાયર બ્રિગેડ જોડાયું

ગતરાત્રે વડોદરાના વાડી પોલીસ મથકની બાજુમાં આવેલા ગાદલાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેના ધૂમાડા પોલીસ સ્ટેશન તરફ આવતા તેઓ પણ નીચે દોડી આવ્યા હતા. આ ઘટનામાં વિજ પુરવઠો બંધ કરીને આગ ઓલવવાની પ્રક્રિયામાં ફાયર બ્રિગેડ જોડાયું હતું. એક તબક્કે આગ એટલી ભીષણ થઇ ગઇ હતી કે, મોટી ઘટના જેવું લાગતું હતું. પરંતુ ફાયર બ્રિગેડે બે બાજુથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં દુકાન સંચાલકને મોટું નુકશાન પહોંચ્યું હતું.

Advertisement

રેકોર્ડ રૂમમાંથી ધૂમાડા નિકળવાનું શરૂ થતા તુરંત જવાનો દોડ્યા

આ ઘટના બાદ આજે સવારે વાડી પોલીસ મથકના રેકોર્ડ રૂમમાં આગનું છમકલું થયું હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. પોલીસ મથકના રેકોર્ડ રૂમમાંથી ધૂમાડા નિકળવાનું શરૂ થતા તુરંત જવાનો દોડ્યા હતા. તો બીજી તરફ આ ઘટના અંગે ફાયર બ્રિગેડનો જાણ કરવામાં આવતા તેઓ પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં રેકોર્ડને બચાવવા માટે પોલીસ જવાનો પોટલા ઉંચકીને અન્યત્રે પહોંચાડવા માટે દોડતા નજરે પડ્યા હતા. આ ઘટના બાદ ગણતરીના સમયમાં જ ધૂમાડા બંધ થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વર્ષ 1965 થી ચાલતી ભારત-સ્પેનની દોસ્તી હવે નવી ઉંચાઇઓ આંબશે

Tags :
Advertisement

.

×