Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાઘોડિયામાં શાળા બહાર મધમાખીનું ઝૂંડ ફરી વળ્યું, ચારને દંશ

VADODARA : શાળા ચાલુ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મધમાખીઓ ફરી વળી, ઘટના અંગે ધ્યાન જતા તુરંત જ શાળાની બારીના દરવાજા બંધ કરી દેવાયા
vadodara   વાઘોડિયામાં શાળા બહાર મધમાખીનું ઝૂંડ ફરી વળ્યું  ચારને દંશ
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વાઘોડિયાના મડોધરમાં ડો. એન.જી. શાહ સાર્વાજનિક હાઇસ્કુલ આવેલી છે. શાળા નજીક લીમડાનું મોટુ ઝાડ છે, તેમાં રહેતો મધપૂડો એકાએક છંછેડાતા મધમાખીઓનું ઝૂંડ ફરી વળ્યું (WAGHODIA SCHOOL HONEY BEE ATTACK PEOPLE - VADODARA RURAL) હતું. મધમાખીઓ ફરી વળતા શાળાની બારીઓ બંધ કરવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં શાળાના વિદ્યાર્થીઓ અને રાહદારીઓે મળીને આશરે ચાર જેટલા લોકોને દંશ દેતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે શાળા એક કલાક મોડી છોડવી પડી હતી.

Advertisement

ઝાડ પરનો મધપૂડો એકાએક છંછેડાયો

સામાન્ય રીતે શહેરોમાં રહેણાંક વિસ્તારોમાં મધપૂડા ઓછા જોવા મળે છે. પરંતુ ગામડાઓમાં આજે પણ મોટા મોટા મધપૂડા જોવા મળે છે, જે ક્યારેક અન્ય માટે મુસીબતનું કારણ બની જાય છે. આજે આવી જ એક ઘટના સપાટી પર આવવા પામી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના મડોધરમાં આવેલી ડો. એન.જી. શાહ સાર્વાજનિક હાઇસ્કુલ પાસે ઝાડ પરનો મધપૂડો એકાએક છંછેડાયો હતો. જેને પગલે આસપાસમાં મધમાધીઓના ઝૂંડે આક્રમણ કરી દીધું હતું. દરમિયાન શાળા ચાલુ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મધમાખીઓ ફરી વળી હતી. આ ઘટના અંગે ધ્યાન જતા અન્યને સુરક્ષિત કરવા માટે શાળાની બારીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

Advertisement

પોતાના વસ્ત્ર વડે મોઢું ઢાંકીને બચવાનો પ્રયત્ન

તો બીજી તરફ ઘટનાથી અજાણ રાહદારીઓ પણ મધમાખીના હુમલાની ચપેટમાં આવી ગયા હતા. પોતાની જાતને મધમાધીઓના દંશથી બચાવવા માટે રાહદારીઓએ પોતાના વસ્ત્ર વડે મોઢું ઢાંકીને બચવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા. આજે બપોરના સમયે એક વાંદરૂ લીમડાના ઝાડ પર કપિરાજે ભારે કુદાકુદ કરી મુકતા મધમાખીઓ છંછેડાઇ હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને આ ઘટનામાં વિદ્યાર્થીઓ તથા રાહદારીઓ મળીને આખરે 4 જેટલા લોકોને મધમાધીઓએ દંશ દીધા હતા. જે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : ટ્રાફિક સુરક્ષાના કાર્યક્રમમાં રીક્ષા ચાલકોને આડેહાથ લેતા ધારાસભ્ય

Tags :
Advertisement

.

×