VADODARA : એક શ્વાને આખું ગામ માથે લીધું, 10 લોકોને કરડતા ફફડાટ
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ફ્લોડ ગામે એક રખડતા શ્વાને આખું ગામ માથે લીધું હોવાની ઘટના સામે આવી છે. એક જ શ્વાને 10 થી વધુ લોકોને કરડી ખાતા તમામને સારવાર લેવી પડી રહી છે. તે પૈકી ત્રણ અસરગ્રસ્તોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ તોફાન મચાવનારા શ્વાનને સત્વરે રેસ્ક્યૂ કરીને ગ્રામજનોને ભયમુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ મામલે સ્થાનિકોની સમસ્યાનો ક્યારે અંત આવે છે તે જોવું રહ્યું. (STRAY DOG BITE 10 VILLAGE PEOPLE - WAGHODIA, VADODARA)
ગ્રામજનો આ સમસ્યાનો કાયમી હલ ઇચ્છી રહ્યા છે
વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયાના ફ્લોડ ગામે રખડતા શ્વાનથી લોકો પરેશાન થઇ ગયા છે. તાજેતરમાં એક શ્વાન દ્વારા 10 જેટલા લોકોને કરડી ખાધુ હતું. જેને પગલે ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ મામલે 10 અસરગ્રસ્તો પૈકી ત્રણ લોકોને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તમામની તબિતય સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. એસએસજી હોસ્પિટલમાં ઝોયા ખાન (ઉં. 13), નૂર મહંમદ કાસમ (ઉં. 40) અને ગણપત પરમાર (ઉં. 52) ને લાવવામાં આવ્યા છે. હવે ગ્રામજનો આ સમસ્યાનો કાયમી હલ ઇચ્છી રહ્યા છે.
એક મહિલાનું મોત નિપજ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિતેલા સપ્તાહમાં મકરપુરા વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં ત્રણ દિવસમાં શ્વાન કરડવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા તંત્ર હવે ક્યા પગલાં લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે વાલી વિફર્યા


