VADODARA : ગદાપુરામાં જ્યાં નજર નાંખો ત્યાં ગંદકી જ ગંદકી
VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના આવાસના મકાનોમાં રહેતા રહીશો ભારે પરેશાન થયા છે. અહિંયા જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી નજરે પડતા હવે સ્થાનિકો રોષે ભરાયા છે. અને પોતાની વર્ષો જુની સમસ્યાનું કાયમી નિરાકરણ માંગી રહ્યા છે. મહિલાઓએ તો આક્રોશમાં તેમ પણ જણાવ્યું કે, અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમને વોટ પણ નહીં આપીએ. મહિલાઓ ઉગ્રસ્વરૂપે સામે આવ્યા બાદ હવે તંત્ર તેમની મુશ્કેલી દુર કરવા માટે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
પાલિકાની ચૂંટણીમાં વોટ બહિષ્કારની ચિમકી
વડોદરાના વહીવટી વોર્ડ નં - 11 માં ગદાપુરા વિસ્તાર આવે છે. અહિંયાના આવાસના મકાનો પારાવાર ગંદકીથી ત્રસ્ત બન્યા છે. વારંવાર પાલિકાની કચેરીએ રૂબરૂ તથા ઓનલાઇન રજુઆત છતાંય સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી. જેથી હવે તેમણે આવનારી પાલિકાની ચૂંટણીમાં વોટ બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. હવે આ મામલે તંત્ર ક્યારે કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું.
ગટરમાં સળિયા નાંખવા માટે રૂ. 1500 ઉધરાવી રહ્યા છે
મહિલાએ જણાવ્યું કે, ગંદકીથી તમામ લોકો ત્રસ્ત છે. વિતેલા બે મહિનામાં બે લોકોના મૃત્યું થયા છે. તેની જવાબદારી કોઇ લેવા તૈયાર નથી. ગટરમાં સળિયા નાંખવા માટે રૂ. 1500 ઉધરાવી રહ્યા છે. અહિંયા રાતોરાત બ્લોક નાંખવા માટે ગટર લાઇન દબાવી દેવામાં આવી છે. અહિંયા કોઇ જોવા આવવા તૈયાર નથી. જ્યાં સુધી અમારી સમસ્યાનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે કોઇને વોટીંગ નહીં કરીએ. અને વોટ નહીં આપીએ.
અમે એક હજારથી વધુ અરજી કરી છે
અન્યએ જણાવ્યું કે, અમારે ત્યાં ગટર ઉભરાવવાની સમસ્યા છે. મોટા ભાગના ઘરોમાં બિમારી છે. અમે અનેક વખત રજુઆતો કરી છે, પરંતુ કોઇ ધ્યાન આપવા આવતું નથી. નાના-મોટા સૌ બિમાર છે. દવાખાનાના પૈસા ક્યાંથી લાવે. પાંચ વર્ષથી આ સમસ્યા છે. અમે નર્કાગાર પરિસ્થિતીમાં રહી રહ્યા છીએ. વોર્ડ નં – 11 માં અનેક વખત અરજી કરી પરંતુ કોઇ ધ્યાન આપું નથી. અમે એક હજારથી વધુ અરજી કરી છે, અમે અરજી આપી રહ્યા છીએ, પણ અમારી સમસ્યાનું કોઇ નિરાકરણ આવી રહ્યું નથી.
આ પણ વાંચો -- VADODARA : પતંગ-દોરાની દુકાનમાં મધરાત્રે હાથફેરો, તસ્કરો કોઇને છોડતા નથી


