VADODARA : ડ્રેનેજ મિશ્રિત પાણીથી ત્રસ્ત લોકોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું
VADODARA : વડોદરાના વહીવટી વોર્ડ નં - 8 માં આવેલા ખોડિયાર નગરમાં વિતેલા 6 માસથી ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ગયા છે. જેથી તેમણે તાજેતરમાં આખરી શસ્ત્ર ઉગામ્યું છે. સોસાયટીમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ કોર્પોરેટર અને ધારાસભ્યોએ પ્રવેશ કરવો નહીં તેવું બેનર લગાડ્યું છે. આ મામલે સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ શું થાય છે તે જોવું રહ્યું. (WARD - 8 KHODIYAR SOCIETY PEOPLE OPPOSE OVER CONTAMINATED WATER ISSUE - VADODARA)
વિતેલા 6 મહિનાથી સ્થાનિકો ડ્રેનેજ મિશ્રિત પાણીથી ત્રસ્ત
વડોદરામાં ઉનાળો શરૂ થતા જ પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. કેટલાક વિસ્તારોમાં પાણી મળતું નથી, તો ક્યાંક પાણી ડ્રેનેજના પાણી મિશ્રિત આવી રહ્યું છે. આ વચ્ચે વોર્ડ નં - 8 માં વિતેલા 6 મહિનાથી સ્થાનિકો ડ્રેનેજ મિશ્રિત પાણીથી ત્રસ્ત છે. અનેક રજુઆત છતાં સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ નહીં આવતા આખરે વિરોધનું શસ્ર ઉગામ્યું છે.
અધિકારીઓ વાત ધ્યાને લેતા નથી
રાજકીય કર્મશીલ પિન્કલ રામીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા પાલિકાના ઇલેક્શન વોર્ડ નં - 8 માં આવેલી ખોડિયાર સોસાયટીમાં 6 મહિનાથી ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધીઓને એટલેકે કોર્પોરેટર અને ધારાસભ્યને રજુઆત કરી છે. તેમ છતાં તેનું કોઇ પણ નિરાકરણ આવતું નથી. અધિકારીઓને કહેવામાં આવે છે, ત્યારે તેઓ પણ વાત ધ્યાને લેતા નથી. આજે સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
રૂ 22 લાખ ખર્ચીને તમે સિક્કીમના પ્રવાસે નીકળી ગયા
વધુમાં જણાવ્યું કે, કોઇ પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યોએ પ્રવેશ કરવું નહીં તેવું બેનર લગાડવમાં આવ્યું છે. મારે દુખ સાથે કહેવું પડે છે, તેમને સિક્કીમ જવાનો ટાઇમ છે, પરંતુ પ્રજાનો પ્રશ્ન સાંભળવાનો ટાઇમ નથી. રૂ 22 લાખ ખર્ચીને તમે સિક્કીમના પ્રવાસે નીકળી ગયા છો, આ રૂપિયા જો લોકોના પ્રશ્નો ઉકેલવા પાછળ નાંખ્યા હોત તો લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી શક્યું હોત. એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે મહિલા હોદ્દેદારો આમને-સામને


