VADODARA : ભરઉનાળે પૂર્વ વિસ્તારની 100 સોસાયટીમાં પાણીકાપનો માર
VADODARA : વડોદરા (VADODARA) ના પૂર્વ વિસ્તારમાં આવતા વાઘોડિયા, આજવા અને વારસિયા વિસ્તારમાં 100 જેટલી સોસાયટીમાં રહીશો પાણીકાપ (WATER SUPPLY CUT) નો માર વેઠી રહ્યા છે. ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે ઝોન અને વોર્ડ કક્ષાએ સંકલનની બેઠકમાં કોર્પોરેટર દ્વાાબ ળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. કોર્પોરેટરોએ ફરિયાદ કરી કે, ભર ઉનાળે બાપોદ અને નાલંદા સહિતની પાણીની ટાંકઓમાં લેવલ જળવાતું નથી. જેથી સ્થાનિક વિસ્તારમાં પ્રતિદિન 250 થી વધુ પાણીની ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે. અને ટેન્કર રાજમાં વધારો થયો છે.
વધુ ટેન્કરની માંગણી પણ કરવામાં આવી રહી
આ વખતે ભરઉનાળે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા લોકોની મુશ્કેલી વધારી રહી છે. ક્યાંક મિશ્રિત પાણી આવતું હોવાની બુમો ઉઠી રહી છે, તો ક્યાંક પાણીકાપનો માર લોકો વેઠી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા ઝોન અને વોર્ડ કક્ષાએ મળેલી સંકલનની બેઠકમાં પાણી મામલે બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. પરંતુ તેમની સમસ્યાનો ત્વરિત નિકાલ નહીં થતા વિસ્તારમાં રોજ 250 પાણીના ટેન્કરો મોકલવાનો વારો આવ્યો છે. સાથે જ વધુ ટેન્કરની માંગણી પણ કરવામાં આવી રહી છે. આ સાથે સંકલનની બેઠકમાં મહાનગર નાળાની સફાઇને લઇનો કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનો મુદ્દો પણ ગાજ્યો હતો.
કરોડો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇનનું ઇન્ટરલિંકીંગ કરવામાં આવ્યું
વોર્ડ નં - 5 અને 6 માં પાણી મામલે દયનીય હાલત છે. કોર્પોરેટરો દ્વારા અનેક વખત રજુઆત છતાં હજી સુધી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પાલિકા દ્વારા રાયકા-દોડકા, તરસાલી અને સરદાર એસ્ટેટ નજીક કરોડો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇનનું ઇન્ટરલિંકીંગ કરવામાં આવ્યું છે. છતાં પણ પાણીની સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નથી. ઉપરાંત દિવસેને દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે.
આ પણ વાંચો --- VADODARA : રૂપિયાની ઉઘરાણીમાં વેપારીને નિર્વસ્ત્ર કરી લાકડી-પટ્ટાથી માર મરાયો


