Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાણીનો વેડફાટ રોકવા ઉપવાસ પર ઉતરવાની ચીમકી

VADODARA : બે દિવસ પહેલા સ્પંદન સર્કલ, માંજલપુર પાસે ગેસ લાઇનમાં ભંગાણના કારણે દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.
vadodara   પાણીનો વેડફાટ રોકવા ઉપવાસ પર ઉતરવાની ચીમકી
Advertisement

VADODARA : વડોદરામાં એક તરફ પાણી નહીં મળતું હોવાની બુમો ઉઠી રહી છે, તો બીજી તરફ પાણીના વેડફાટના કિસ્સાઓ સામે આવે છે. આ હકીકત વચ્ચે આજે માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા તિવ્ર ફૂવારો છુટ્યો છે. અને હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ વેડફાટ રોકવા માટે સિનિયર કોંગી આગેવાન મેદાને આવ્યા છે. અને તેમણે આજે ઉપવાસ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે. હવે આ સંજોગોમાં કેટલું ત્વરિત પાલિકાનું તંત્ર ભંગાણનું સમારકામ કરે છે તે જોવું રહ્યું. (LEADER COMMIT TO FAST TILL WATER LINE LEAKAGE REPAIR - VADODARA)

ફૂવારો છેક બહાર સુધી ઉડી રહ્યો છે

વડોદરા શહેર પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત ઉપલબ્ધ છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર કેટલું ઉણું ઉતર્યું છે, તે સૌ કોઇ વડોદરાવાસી જાણે છે. આ વચ્ચે આજે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું હોવાની ઘટના સામે આવી છે. ભંગાણને પગલે પાણીનો ફૂવારો છેક બહાર સુધી ઉડી રહ્યો છે. અને આ રીતે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બે દિવસ પહેલા આ સ્થળે ગેસ લાઇનમાં ભંગાણના કારણે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.

Advertisement

સિનિયર કોંગી આગેવાન આગળ આવ્યા

એક તરફ પાણી નહીં મળતું હોવાની બુમો અને બીજી તરફ પાણીનો આ રીતે વેડફાટ જોતા નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષને અવાજ આપવા માટે સિનિયર કોંગી આગેવાન આગળ આવ્યા છે. અને તેમણે પાણીનો આ વેડફાટ રોકવા માટે ઉપવાસની ચિમકી ઉચ્ચારી છે. આજે બપોરે 12 વાગ્યાથી તેઓ ઉપરવાસ પર ઉતરનાર હોવાનું જણાવી રહ્યા છે. હવે આ ચિમતી બાદ પાલિકાનું તંત્ર કેટલું ત્વરિત કામ કરે છે તે જોવું રહ્યું.

Advertisement

વગર ચોમાસે લોકો પાણીની રેલમછેલ વચ્ચેથી પસાર થઇ રહ્યા છે

બીજી તરફ શહેરના અતિ વ્યસ્ત રેસકોર્ષ સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણને પગલે રોડ પર પાણી વહી રહ્યું છે. જેને પગલે રાહદારીઓ પરેશાન થઇ રહ્યા છે. વગર ચોમાસે લોકો પાણીની રેલમછેલ વચ્ચેથી પસાર થઇ રહ્યા છે. આ બંને જગ્યાએ પાણીનો વેડફાટ રોકવામાં પાલિકાનું તંત્ર કેટલું જલ્દી કામ કરે છે તેના પર નાગરિકોની નજર રહેશે.

આ પણ વાંચો --- VADODARA : અનોખો પ્રયાસ, પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનશે સાધલી-સેગવા સ્ટેટ હાઈવે

Tags :
Advertisement

.

×