Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગાય જોડે ભટકાતા પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ

VADODARA : રસ્તામાં એક ગાય ઉભેલી હોવાથી ફરિયાદીના પતિએ વાહન ધીમુ કર્યું ન્હતું. જેથી ગાય એકદમ રરસ્તા પર આવી જતા ટુ વ્હીલર સાથે અકસ્માત સર્જાયો હતો
vadodara   ગાય જોડે ભટકાતા પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા (VADODARA RURAL PADRA) માં પતિ-પત્ની સ્વજનની ખબર કાઢવા માટે ટુ વ્હીલર પર જતા હતા. દરમિયાન રસ્તામાં પતિ પુરઝડપે ટુ વ્હીલર હંકારતો હતો. તેવામાં રસ્તામાં ગાય સાથે અકસ્માત સર્જાતા પત્ની ટુ વ્હીલર (ACCIDENT WITH COW - VADODARA, PADRA) નીચે આવી હતી. અને પગ તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેણીને હોસ્પિટલ લઇ જતા તબિબોએ પગમાં ઓપરેશન કર્યું હતું. આખરે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપી પતિ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી તેમના પતિ સાથે તેમની ખબર કાઢવા માટે ગયા

પાદરા પોલીસ મથકમાં સમૈયાબાનુ ઇમરાનભાઇ પઠાણએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પતિ પાદરામાં આમલેટની લારી ચલાવે છે. લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનો છે. 13, જાન્યુઆરીના રોજ તેઓ તેમના પતિ સાથે ટોચીયા વિસ્તારમાં જવા માટે નીકળ્યા હતા. પરિવરના ફોઇ સાસુનું આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોવાથી ફરિયાદી તેમના પતિ સાથે તેમની ખબર કાઢવા માટે ગયા હતા. દરમિયાન ટુ વ્હીલર પતિ ચલાવતા હતા. તેવામાં રસ્તામાં એક ગાય ઉભેલી હોવાથી ફરિયાદીના પતિએ વાહન ધીમુ કર્યું ન્હતું. જેથી ગાય એકદમ રરસ્તા પર આવી જતા ટુ વ્હીલર સાથે અકસ્માત સર્જાયો હતો

Advertisement

તબિબો દ્વારા બે દિવસ બાદ ઓપરેશન કરવામાં આવ્યું

આ અકસ્માતની ઘટનામાં ફરિયાદીના પગ પર ટુ વ્હીલર પડ્યું હતું. જેથી તેમના પતિએ ટુ વ્હીલર હટાવીને તેમને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ફરિયાદીને મોઢા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમને રીક્ષામાં બેસાડીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ઢીંચણ નીચેના ભાગમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. અને તબિબો દ્વારા બે દિવસ બાદ ઓપરેશન કરવામાં આવ્યું છે. જે બાદ તેમણે ટુ વ્હીલર ઝડપથી હંકારીને રસ્તા પર ગાય ઉભી હોવા છતાં વાહન ધીમું નહી કરીને અકસ્માત સર્જનાર પોતાના પતિ ઇમરાનભાઇ આમીરભાઇ પઠાણ (રહે. હસનપાર્ક સોસાયટી, જાસપુર રોડ, પાદરા, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરાવી છે. જે બાદ પાદરા પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલની ફાયર સિસ્ટમ શંકાના દાયરામાં

Tags :
Advertisement

.

×