ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : WPL ની ટીમોનું વડોદરામાં આગમન

VADODARA : કોચ એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારા દ્વારા ટીમ બેલેન્સ રાખવામાં આવશે, જેથી કોઇ પણ તબક્કે પરફોર્મન્સ સારૂ રહેશે
07:46 AM Feb 13, 2025 IST | PARTH PANDYA
VADODARA : કોચ એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારા દ્વારા ટીમ બેલેન્સ રાખવામાં આવશે, જેથી કોઇ પણ તબક્કે પરફોર્મન્સ સારૂ રહેશે

VADODARA : વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ આઇપીએલ - ટી 20 ટુર્નામેન્ટનું (WPL TOURNAMENT - T 20, KOTAMBI, VADODARA) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાત જાયન્ટ્સ તથા અન્ય ટીમો વડોદરા આવી પહોંચી હતી. આ તકે ગુજરાત જાયન્ટ્સ ટીમના કોચ માઇકલ કલીંગરે મીડિયા સાથે વાતચીત દરમિયાન ટીમના જમા પાસા, સ્ટ્રેટર્જી સહિતની મુદ્દે ચર્ચા કરી હતી. ગતરાત્રે મુંબઇ ઇન્ડિયન્સની ટીમોનું વડોદરા એરપોર્ટ (WIPL - 2025 - MUMBAI INDIANS TEAM ARRIVE AT VADODARA AIRPORT) પર આગમન થયું હતું. જે તમામનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમારી ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ઉત્સાહીત છે

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોટંબી સ્ટેડિયમ તૈયાર થઇ ગયા બાદ એક પછી એક મેચો મળી રહી છે. જેને પગલે વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં વિમેન્સ આઇપીએલ ક્રિકેટ ટી - 20 ની મેચો રમાનાર છે. જેને પગલે વિવિધ ટીમોનું ગતરાતથી જ વડોદરામાં આગમન જારી છે. સૌથી પહેલી ગુજરાત જાયન્ટ્સની ટીમ વડોદરા (WIPL - 2025, GUJARAT GIANTS TEAM) આવી પહોંચી હતી. ત્યાર બાદ ટીમના કોચ માઇકેલ કલીંગરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારા દ્વારા ટીમ બેલેન્સ રાખવામાં આવશે, જેથી મેચના કોઇ પણ તબક્કે ટીમનું પરફોર્મન્સ સારૂ રહેશે. દિલ્હી કેપીટલ, આરસીબી પણ સારી ટીમો છે, અમે પણ તગડી તૈયારીઓ કરી છે. કોટંબી સ્ટેડિયમ અમારા માટે નવું છે. અમારી ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ઉત્સાહીત છે. અમે ફાઇનલ ક્વોલીફાય કરીએ તે અમારૂ લક્ષ્ય રહેશે.

મને જોઈને અન્ય છોકરીઓ પણ હવે ક્રિકેટર બનવા માંગે છે

ક્રિકેટર કાશ્વી ગૌતમે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મને તક મળશે, ત્યારે પરફોર્મન્સમાં કોઇ કસર નહીં છોડું. ટીમ કેપ્ટન એસ્લી ગાર્ડનરે મીડિયાને જણાવ્યું કે, ટીમ વર્કથી રમીશું અને સારૂ પ્રદર્શન કરીશું. ક્રિકેટર સિમરન શેખે મીડિયાને જણાવ્યું કે, મેં સીઝન બોલ પર ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મારી પાસે ક્રિકેટ કીટ લેવા માટે પૈસા ન્હતા. મારા માતા-પિતાએ પૈસા ભેગા કરીને મને પહેલી કીટ અપાવી હતી. ત્યાંથી ખુબ મહેનત કરીને આજે હું આ લેવલે પહોંચી છું. હું ધારાવીમાંથી આવતી પહેલી ક્રિકેટર છું. મને જોઈને અન્ય છોકરીઓ પણ હવે ક્રિકેટર બનવા માંગે છે.

આ પણ વાંચો --- Nadiad સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો, ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યું

Tags :
andarriveforGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsmatchOtherSharestrategyt-20TEAMSVadodaraviewpointsWPL
Next Article