VADODARA : યવતેશ્વર ઘાટ પર મહાશિવરાત્રીની ઉજવણી માટે સમિતિ સજ્જ
VADODARA : વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે યવતેશ્વર ઘાટ આવેલો છે. યવતેશ્વર ઘાટ ખાતે વર્ષોથી મહાશિવરાત્રી પર્વે વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે આયોજકો દ્વારા જીવ શિવ સાધના પર્વની થીમ પર ઉજવણી કરવામાં આવનાર છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘાટનો સ્વચ્છ, સાફ કરવાની સાથે તેના રંગરોગાનનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જેને સમયમર્યામાં પુર્ણ કરવા માટે વોલંટીયર્સ દ્વારા દિવસ રાત એક કરવામાં આવી રહ્યા છે. (VISHWAMITRI RIVER YAVTESHWAR GHAT MAHA SHIVRATRI CELEBRATION - VADODARA)
અમે જીવ શિવ સાધના થીમ પર આ વર્ષે ઉજવણી કરીશું
આયોજક સંજય સોનીએ મીડિયાને જણાવ્યું છે, વર્ષ 2008 થી વિશ્વામિત્રી સેવા સમિતી નદીના ઘાટ પર શિવરાત્રી પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરે છે. લોકો નદીની નજીક આવે, તેને જુએ અને જાણે તે માટે અમે આયોજન કરીએ છીએ. પણ આ વખતે મગર તથા અન્ય જળચર જીવો પર પાલિકા તંત્રનું સંકટ આવ્યું છે. જેથી અમે જીવ શિવ સાધના થીમ પર આ વર્ષે ઉજવણી કરીશું. જે જળચર જીવો નદીમાં છે, તે માટે અમે ભગવાન શિવજીને પ્રાર્થના કરીશું.
ડેબરીઝ કાઢી નાંખવામાં આવે તો પ્રવાહ સારો થઇ જશે
અમારી જોડે અલગ અલગ આર્ટીસ્ટ જોડાયેલા છે. તેઓ વગર પૈસા જોડાયા છે, નદીની સેવા કરવા માટે. અત્યરે પૂર નિવારવા માટેનું કામ ચાલી રહ્યું છે, વિશ્વામિત્રી નદી પર કોઇ કામ કરવામાં આવી રહ્યું નથી, તે વડોદરાની જનતાએ જાણવું જોઇએ. નદી પૈસાથી ચોખ્ખી થતી નથી. તેમાં શ્રમદાનનું મહત્વ છે. નદી પોતે જ પોતાની સફાઇ કરે છે. વિશ્વામિત્રીમાં નિકાલ કરાયેલા ડેબરીઝ કાઢી નાંખવામાં આવે તો પ્રવાહ સારો થઇ જશે. અમે વડોદરાની જનતાને શિવરાત્રી પર ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. તેઓ અહિંયા વડોદરાના કલાકારોની પ્રતિભા નિહાળી શકશે. જે જોઇને લોકો દંગ રહી જશે, તેવો અમને વિશ્વાસ છે.
આ પણ વાંચો --- VADODARA : સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓને બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ


