Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લિવ ઇન પાર્ટનરનો 'ખંડણીકાંડ', રૂ. 12 કરોડ માટે કહાની ઘડી

VADODARA : દિકરો જણાવે છે કે, પ્રીતિસિંહે પાંચ રાજ્યોમાં તેના વિરૂદ્ધ દુષકર્મની ફરિયાદ આપી છે. અને તેને પોલીસ ગમે ત્યારે પકડી જાય તેમ છે
vadodara   લિવ ઇન પાર્ટનરનો  ખંડણીકાંડ   રૂ  12 કરોડ માટે કહાની ઘડી
Advertisement

VADODARA : મૂળ વડોદરાનો અને મુંબઇમાં રહેતા યુુવક વિરૂદ્ધ તેની લિવ ઇન પાર્ટનર દ્વારા ફસાવવા માટે ખંડણીકાંડ રચવામાં આવ્યો હતો. જેમાં મહિલાએ તેના વિરૂદ્ધ પાંચ રાજ્યોમાં દુષકર્મની ફરિયાદ નોંધાવી છે, તેમ જણાવીને મામલો દબાવી દેવા માટે રૂ. 12 કરોડ માંગ્યા હતા. આ ગુનામાં મહિલા જોડે તેના બે મિત્ર કપિલ રાજપૂત અને ગિરીશ ભોલે સામેલ હતા. ફિલ્મી કહાની જેવી લાગતી આ ઘટના પોલીસ મથક પહોંચતા જ ગણતરીના દિવસોમાં આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા અને અપહ્યતને મુક્ત કરાવવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અપહ્યત આઘાતમાં હોવાથી તેની જોડે પ્રાથમિક પુછપરછ થઇ શકી નથી. (VADODARA YOUNG MAN KIDNAPPED BY EX LIVE IN PARTNER ASK FOR 12 CRORE)

હું આખી જિંદગી જેલમાં રહીશ

વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા પરમાર પરિવારનો પુત્ર નિખિલ પરમાર (ઉં. 32) મુંબઇમાં ફંડ મેનેજર કરીકે કામ કરતો હતો. તેના પિતા રજનીકાંત પરમાર નિવૃત્ત ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીતેનુ જીવન ગાળી રહ્યા છે. તાજેતરમાં તેમને તેમના પુત્રના નંબર પરથી વોટ્સએપ કોલ આવે છે. જેમાં તે જણાવે છે કે, મારા ઉપર અલગ અલગ પાંચ રાજ્યમાં દુષકર્મની ફરિયાદ થઇ છે. મને છોડાવો, નહીંતો હું આખી જિંદગી જેલમાં રહીશ. પુત્રનો અચાનક આ પ્રકારે ફોન આવતા પિતાનું મગજ સુન્ન થઇ ગયું હતું.

Advertisement

પોલીસ ગમે ત્યારે પકડી જાય તેમ છે

બે વર્ષ પહેલા મુંબઇમાં નિખિલ અને પ્રીતિસિંહ સાથે કામ કરતા હતા. સમય જતાં તેઓ લિવ ઇનમાં રહેતા થયા હતા. ત્યાર બાદ તેઓ છુટ્ટા પડી ગયા હતા. દિકરો પિતાને ફોન પર જણાવે છે કે, પ્રીતિસિંહે અલગ અલગ પાંચ રાજ્યોમાં તેના વિરૂદ્ધ દુષકર્મની ફરિયાદ આપી છે. અને તેને પોલીસ ગમે ત્યારે પકડી જાય તેમ છે. જેથી રૂ. 12 કરોડની વ્યવસ્થા કરવા માટે જણાવાય છે. આ જાળમાંથી કપિલ રાજપૂત અને ગિરીશ ભોલે તેમની દિલ્હી ખાતેની ઓળખાણથી બચાવી લેશે, તેમ પણ ઉમેરવામાં આવે છે.

Advertisement

ગિરીશ દંપતિને કારમાં બેસાડીને મુંબઇ લઇ જાય છે

રૂ. 12 કરોડની ચૂકવણીના પહેલા હપ્તામાં રજનીકાંતભાઇ રૂ. 88 લાખ આપે છે. પોતે આટલી મોટી રકમની વ્યવસ્થા ના થઇ શકવાના કારણે તે સંબંધી પાસેથી ઉછીના લઇને ચૂકવે છે. ત્યાર બાદ બીજા હપ્તામાં ગિરીશ ભોલેને રૂ. 80 લાખ આપે છે. તે સમયે અપહ્યતની માતા દિકરાને મળવા માટે આજીજી કરતા ખંડણીકાંડમાં સંડોવાયેલો ગિરીશ દંપતિને કારમાં બેસાડીને મુંબઇ લઇ જાય છે.

તો દિકરો કાયમ માટે જેલમાં રહેશે

ત્યાર બાદ દંપતિને ગેસ્ટ હાઉસમાં રોકાણ કરાવે છે. દંપતિ દિકરાને જોવા માટે ઘણી આજીજી કરે છે, પરંતુ તેની સાથે વીડિયો કોલમાં એક જ વખત વાત થઇ શકે છે. જેમાં તેની હાલત ખુબ જ દયનીય જણાય છે. દિકરાની આવી હાલતથી વ્યથિત માતા-પિતાને ધમકાવતા કહેવામાં આવે છે કે, જો બાકીના રૂ. 10.50 કરોડ નહીં આપો તો દિકરો કાયમ માટે જેલમાં રહેશે.

પરિચીત પોલીસ ફરિયાદ કરવા માટેની હિંમત આપે છે

દંપતિ પૈસા ભેગા કરવા પરત વડોદરા આવે છે. પોતાના પુત્રનો મામલો હોવાથી એક તબક્કે પિતા સંપત્તિ વેચીને રકમ ભેગી કરવાનું મન પણ બનાવી લે છે. આખી જીંદગી તેમણે કોઇની પાસે મદદ માટે હાથ લાંબો કર્યો ન્હતો. પરંતુ આ વખતે તે મને-કમને મદદ માટે વાત કરે છે. આ દરમિયાન તેમના એક પરિચીત તેમને ભારપૂર્વક પુછતા તે સમગ્ર ઘટનાક્રમ વર્ણવી દે છે. તે બાદ પરિચીત પોલીસ ફરિયાદ કરવા માટેની હિંમત આપે છે. અને સમજાવે છે કે, આ રીતે કોઇ સમાધાન થતા નથી.

મુંબઇની ઉલ્વે પોલીસની મદદ લેવાઇ

આખરે અપહ્યતના પિતા રજનીકાંત પરમાર ગોત્રી પોલીસ મથકમાં 20 માર્ચના રોજ ફરિયાદ દાખલ કરાવે છે. જે બાદ પોલીસ એલર્ટ થઇ જાય છે. અને મુંબઇથી પૈસા લેવા માટે આવેલા ગિરીશની ધરપકડ કરી લેવામાં આવે છે. ત્યાર બાદ મુંબઇ સ્થિત અન્ય આરોપી કલ્પેશ રાજપૂત અને મધુમિતા પોતદારની ધરપકડ માટે મુંબઇની ઉલ્વે પોલીસની મદદ લેવામાં આવે છે. વડોદરાથી પોલીસની ટીમ મુંબઇ પહોંચે છે, બાકીના બે આરોપીના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવીને તેઓને વડોદરા લાવવામાં આવે છે.

હજી સુધી પુછપરછ નહીં થઇ શકી નથી

મુંબઇ પહોંચેલી પોલીસ અપહ્યતને શોધવા માટે ઘર ફંફોસી નાંખે છે, અંતે તે વોશીંગમશીનની પાછળથી બાંધી રાખેલી હાલતમાં મળી આવે છે. તેના ચહેરા પરથી ડર સ્પષ્ટ જોવા મળે છે, તે ભયભીત હોવાના કારણે તેની હજી સુધી પુછપરછ નહીં થઇ શકી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ ઘટનામાં આરોપી પ્રીતિસિંગ હજી સુધી પોલીસને હાથ લાગી નથી. તેની ભાળ મેળવવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો --- BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા

Tags :
Advertisement

.

×