Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નોકરી પર જતા યુવકનું ગળુ પતંગની દોરીથી ચિરાયું

VADODARA : સેફ્ટી સ્કાર્ફ અથવા તો વાહન આગળ સળિયા ના લગાવ્યા હોય તો જીવને જોખમ ઉભુ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી
vadodara   નોકરી પર જતા યુવકનું ગળુ પતંગની દોરીથી ચિરાયું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે. તેમ તેમ પતંગના દોરા વડે માનવીઓને ઇજાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સિલસિલો એક મહિના અગાઉથી શરૂ થયો છે. અને હાલની સ્થિતીએ ઉત્તરાયણ પર્વને 15 દિવસ બાકી છે. 25 વર્ષિય યુવાન બાઇક પર જતો હતો. દરમિયાન પતંગની દોરીનો ઘસરકો લાગતા તેનું ગળું ચિરાયું (KITE THREAD INJURY - VADODARA) હતું. લોહીલુહાણ હાલતમાં તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

..................તો જીવને જોખમ ઉભુ થવાની શક્યતાઓ

ઉત્તરાયણ પર્વ પર ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરા વડે ઇજાઓ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઉત્તરાયણ પહેલા અને પછી ચોક્કસ સમયગાળા દરમિયાન જો સેફ્ટી સ્કાર્ફ અથવા તો વાહન આગળ સળિયા ના લગાવ્યા હોય તો જીવને જોખમ ઉભુ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેવામાં વડોદરામાં પતંગની દોરી વડે વધુ એક ગળું ચિરાયું હોવાનો કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે.

Advertisement

દડદડ લોહી નીકળવાનું શરૂ થઇ ગયું

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા 25 વર્ષિય અમર બહાદુર રાજારામ રાણા ભજીયાની લારી પર કારીગર તરીકે કામ કરે છે. તાજેતરમાં તે બાઇક પર નીકળ્યો હતો. દરમિયાન પરશુરામ ભઠ્ઠાના નાકા પર જ તે પતંગની દોરી વડે ઇજાગ્રસ્ત થયો હતો. દોરી ગળાને સ્પર્શીને જતા તેને દડદડ લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. બાદમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવક નોકરી પર જઇ રહ્યો હોવાનું પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું છે.

Advertisement

સમયસર સારવાર મળતા યુવકની હાલત સુધારા પર

લોહી નીતરતી હાલતમાં યુવકને જોઇને તેના મિત્રો દોડી આવ્યા હતા. અને તુરંત તેને એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સમયસર સારવાર મળતા યુવકની હાલત સુધારા તરફ જતી હોવાનું તબિબિ સુત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : "આ રિવોલ્વર તારી સગી નહીં થાય", ધમકાવી યુવકને લૂંટ્યો

Tags :
Advertisement

.

×