Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બર્થડે ઉજવવા આવેલા યુવકે રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું

VADODARA : મિત્રની બર્થડે પાર્ટીની ઉજવણી કરવા માટે અન્ય મિત્રો સાથે વડોદરા પાસે આવેલા વાઘોડિયાના પવલેપુર ખાતે આવ્યો હતો.
vadodara   બર્થડે ઉજવવા આવેલા યુવકે રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું
Advertisement

VADODARA : રાજસ્થાનની કોલેજમાં ભણતો યુવક પોતાની મિત્રની બર્થડે ઉજવવા માટે વાઘોડિયા (VADODARA - WAGHODIA) ના પવલેપુર ખાતે આવ્યો હતો. જે બાદ રહસ્યમય સંજોગોમાં યુવાને ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલુ કરતા સૌ ચોંકી ઉઠ્યા હતા. ઘટના અંગે જાણ થતા વાઘોડિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. અને યુવકના મૃત્યુ પાછળના કારણોની તપાસ કરવા માટે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.

Advertisement

અંતિમ ઘડીએ તેણે નિર્ણય ફેરવી દીધો

અક્ષય ચૌધરી મૂળ મહિસાગલ જિલ્લાના લુણાવાડામાં રહે છે, અને હાલ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં તે તેની મિત્રની બર્થડે પાર્ટીની ઉજવણી કરવા માટે અન્ય મિત્રો સાથે વડોદરા પાસે આવેલા વાઘોડિયાના પવલેપુર ખાતે આવ્યો હતો. અને તેના મિત્રને ત્યાં રાતવાસો કર્યો હતો. બીજા દિવસે અક્ષય ચૌધરી મિત્ર સાથે કોલેજમાં જવાનો હતો. પરંતુ અંતિમ ઘડીએ તેણે નિર્ણય ફેરવી દીધો હતો. અને ઉંઘનું કારણ ધરીને આરામ કરીને આવીશ તેમ મિત્રને જણાવી દીધું હતું.

Advertisement

મૃતદેહ જોતા જ આઘાતમાં સરી પડ્યો

બાદમાં અક્ષયે મિત્રના ઘરમાં જ રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું. કોલેજથી પરત આવેલા મિત્રએ અક્ષયનો મૃતદેહ જોતા જ આઘાતમાં સરી પડ્યો હતો. બાદમાં અન્યની મદદથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે મિત્રવર્તુળમાં ભારે આઘાતની લાગણી જોવા મળી રહી છે.

વાઘોડિયા પોલીસ દોડી આવી

બીજી તરફ ઘટના અંગે જાણ કરવામાં આવતા વાઘોડિયા પોલીસ દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. હવે આ કરવા પાછળનું શું કારણ સામે આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : વ્યાજખોરના ત્રાસથી વેપારીએ ભર્યું અંતિમ પગલું

Tags :
Advertisement

.

×