VADODARA : યુથ કોંગ્રેસની જનતા રેડ નિષ્ફળ
VADODARA : વડોદરા યુથ કોંગ્રેસ (VADODARA YOUTH CONGRESS) ના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા આજે ખીસકોલી સર્કલ પાસે દારૂ વેચાતું હોવાની આશંકાએ જનતા રેડ (JANTA RAID - VADODARA) કરી હતી. જો કે, આ રેડમાં કંઇ નક્કર હાથ લાગ્યું ન્હતું. જેથી રેડ પહેલા જ મુદ્દામાલ સગેવગે કરી દેવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. પવન ગુપ્તાએ આગામી સમયમાં પણ અન્ય વિસ્તારોમાં જનતા રેડ કરશે તેમ જણાવ્યું હતું.
સંભવિત સ્થાને સર્ચ કર્યું
વડોદરાના ખીસકોલી સર્કલ પાસે આવેલા મંદિર પાસે બુટલેગર દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે આજે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. આજે બપોરે જનતા રેડમાં પવન ગુપ્તા તથા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને સંભવિત સ્થાને સર્ચ કર્યું હતું. મંદિર, તેની પાસે બનાવેલું નાનું કામચલાઉ છજ્જુ, ખુરશી, ટેબલ તમામ જગ્યાએએ તપાસ કરવામાં આવી હતી. જો કે, આ તપાસમાં એક માત્ર શંકાસ્પદ પેકીંગ મળી આવ્યું હતું. તે સિવાક કંઇ નક્કર હાથ લાગ્યું ન્હતું.
સ્થળ પર હાજર વ્યક્તિ દ્વારા વાત નકારી કઢાઇ
આ વચ્ચે સ્થળ પર એક શખ્સ હાજર હતો. અને તેના દ્વારા જ દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનો આરોપ પવન ગુપ્તા દ્વારા લગાડવામાં આવ્યો હતો. જો કે, જનતા રેડમાં કંઇ નક્કર હાથ ના લાગતા તેમણે આરોપ મુક્યો કે, તેમની જનતા રેડ પહેલા મુદ્દામાલને સગેવેગે કરી દેવામાં આવ્યો છે. તો સામે સ્થળ પર હાજર વ્યક્તિ દ્વારા આ વાત નકારી કાઢી હતી. જેને પગલે સ્થળ પર તુતુમેંમેં ના દ્રશ્યો સર્જાયા હતા. આખરમાં પવન ગુપ્તાએ આવનાર સમયમાં પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનતા રેડ ચાલુ રાખવાની વાત મીડિયા સમક્ષ વર્ણવી હતી. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : ભાયલીની અર્બન રેસીડેન્સીમાં ગેસ લીક થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા


