Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : FRC કમિટી દ્વારા 76 શાળાઓના પ્રોવિઝનલ ફી વધારાને મંજુરી

VADODARA : ફી રેગ્યુલેશનની કામગીરી ઢીલી કરવામાં આવી રહી હોવાના આરોપો વડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા અગાઉ મુકવામાં આવ્યા હતા.
vadodara   frc કમિટી દ્વારા 76 શાળાઓના પ્રોવિઝનલ ફી વધારાને મંજુરી
Advertisement

VADODARA : વડોદરા ઝોનની (VADODARA ZONE) ફી રેગ્યુલેશન કમિટી (FEE REGULATION COMMITTEE) દ્વારા 76 શાળાઓની પ્રોવિઝનલ ફી (PROVISIONAL FEES) માં 5 ટકાના વધારાને લીલી ઝંડી આપી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ પ્રોવિઝનલ ફી વધારા મામલે જે સંચાલકો કતારમાં છે, તેમને પણ આશા જાગી છે. વડોદરા ઝોન અંતર્ગત વડોદરામાં સૌથી વધુ 25 શાળાઓને ફી વધારાની મંજુરી મળી છે.

7 જિલ્લાઓની શાળાઓ માટેનો નિર્ણય

ફી મામલે શાળાઓની મનમાની પર રોક લગાડવા માટે સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી. વડોદરા ઝોનની એફઆરસી કમિટીનું કાર્યાલય ડીઇઓ કચેરી વડોદરા ખાતે આવેલું છે. અહિંયાથી વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની ખાનગી શાળાઓની ફી અંગેનો નિર્ણય લેવામાં આવે છે. જો કે, વડોદરા એફઆરસી દ્વારા ફી રેગ્યુલેશનની કામગીરી ઢીલી કરવામાં આવી રહી હોવાના આરોપો વડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા અગાઉ મુકવામાં આવ્યા હતા.

Advertisement

વડોદરાની સૌથી વધુ ખાનગી શાળાઓ કતારમાં

તાજેતરમાં એફઆરસી દ્વારા 76 જેટલી શાળાઓની પ્રોવિઝનલ ફીમાં 5 ટકાના વધારાને લીલીઝંડી આપી છે. જેના કારણે ફી વધારાની કતારમાં શાળા સંચાલકોને આશા જાગી છે. કમિટી દ્વારા વડોદરા - 25, આણંદ - 0, ખેડા - 12, દાહોદ - 6, મહિસાગર - 7, પંચમહાલ - 24 અને છોટાઉદેપુર - 2 શાળાઓને મંજુરી આપી છે. આ લિસ્ટ પૈકી વડોદરાની સૌથી વધુ ખાનગી શાળાઓ કતારમાં હોવાનું લિસ્ટ પરથી જાણવા મળી રહ્યું છે.

Advertisement

કઇ શાળાઓ અપીલમાં જાય છે તે જોવું રહ્યું

સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રોવિઝનલ ફી નક્કી કર્યા બાદ ફાઇનલ ફી પહેલા શાળા સંચાલકો અપીલમાં જઇ શકે છે. શાળા સંચાલકો દ્વારા સામાન્ય રીતે 5 ટકાથી વધુનો જ ફીમાં ભાવ વધારો માંગવામાં આવતો હોય છે. ત્યારે હવે કઇ શાળાઓ અપીલમાં જાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : વડોદરા-અમદાવાદ વચ્ચેના રેલવે ટ્રેક પર "કવચ સિસ્ટમ"નું સફળ ટ્રાયલ

Tags :
Advertisement

.

×