Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરા પાસે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 6ના મોત, 17 ઘાયલ, જુઓ તસવીરો

વડોદરા (Vadodara) પાસે પસાર થતાં નેશનલ હાઇવે પર કપુરાઇ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કપુરાઇ બ્રિજ પાસે લક્ઝરી બસ ટ્રેલર સાથે અથડાતા 6 વ્યક્તિના મોત થયા હતા જ્યારે 17 ને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને બચાવ અને રાહત કાર્ય શરુ કર્યું હતું. લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ
વડોદરા પાસે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત  6ના મોત  17 ઘાયલ  જુઓ તસવીરો
Advertisement
વડોદરા (Vadodara) પાસે પસાર થતાં નેશનલ હાઇવે પર કપુરાઇ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કપુરાઇ બ્રિજ પાસે લક્ઝરી બસ ટ્રેલર સાથે અથડાતા 6 વ્યક્તિના મોત થયા હતા જ્યારે 17 ને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને બચાવ અને રાહત કાર્ય શરુ કર્યું હતું. 
લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
વડોદરાના નેશનલ હાઇવે પર  કપુરાઇ બ્રિજ નજીક સોમવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના ભીલવાડાથી મુંબઇ તરફ જતી લક્ઝરી બસનો ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6ના મોત થયા હતા, જ્યારે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 
ઓવરટેક કરતી વખતે અકસ્માત
હાઇવે પર ઓવર ટેક કરવાની લ્હાયમાં આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. ટ્રેલરમાં ઘઉં ભરેલા હતા અને બસમાં પણ મુસાફરો ખીચોખીચ ભરેલા હતા. અકસ્માત બાદ ટ્રેલર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. 

પતરા કાપીને મુસાફરોને બહાર કઢાયા
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. 17 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

બસ રાજસ્થાનથી સુરત જતી હતી
પ્રાપ્ત માહિતી મુજબ લક્ઝરી બસ રાજસ્થાનના ભીલવાડાથી સુરત જઇ રહી હતી ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. 
અકસ્માતમાં 6ના મોત
આ અકસ્માતમાં બે પુરુષ અને ત્રણ મહિલા સહિત એક બાળકના મોત થયા છે.  મૃતકોમાં સંદિપ કચોરીલાલ  કલાલ (ઉં.27), કિસાન ભાઈ (ઉં.45)  શાંતિ નાઈ, સુનિતા નાઈ તથા એક 25 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. અન્ય એક 14 વર્ષના બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. 
Tags :
Advertisement

.

×