Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : ડુંગરા નજીક પ્લાસ્ટિકની કંપનીમાં મોડી સાંજે વિકરાળ આગ ભભૂકી ઊઠી, મેજર કોલ જાહેર

ફાયરની તમામ ગાડી (Vapi Fire Brigade) ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
valsad   ડુંગરા નજીક પ્લાસ્ટિકની કંપનીમાં મોડી સાંજે વિકરાળ આગ ભભૂકી ઊઠી  મેજર કોલ જાહેર
Advertisement
  1. વાપીનાં ડુંગરા ખાતે આવેલ પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી (Valsad)
  2. જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગી
  3. આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરાયો
  4. ફાયરની તમામ ગાડીએ કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા

Valsad : વલસાડ જિલ્લાના વાપીનાં (Vapi) ડુંગરા ખાતે આવેલા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરાયો છે. ફાયરની તમામ ગાડી (Vapi Fire Brigade) ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો - Amreli : રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખેલાયું ધિંગાણુ! ચોંકાવનારા CCTV વાઇરલ

Advertisement

Advertisement

જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગી

પ્રાથમિક અહેવાલ અનુસાર, વલસાડ જિલ્લાના (Valsad) વાપી તાલુકાનાં ડુંગરા ગામ નજીક જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામની (Jimit Plastic Products) પ્લાસ્ટિક કંપની આવેલી છે. કંપનીમાં આજે મોડી સાંજે આગ ભભૂકી ઊઠી છે. કંપનીમાં મુકેલ પ્લાસ્ટિકનાં પ્રોડક્ટ આગની ચપેટમાં આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ભયંકર આગને પગલે ફાયર બ્રિગેડને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની વિવિધ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે.

આ પણ વાંચો - Jamnagar : ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર, GPCB દોડતું થયું

આગ કેવી રીતે લાગી તે પાછળનું કારણ અકબંધ

પ્લાસ્ટિક કંપનીમાં ભયંકર આગને પગલે ધુમાળાનાં ગોટેગોટા દેખાયા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. માહિતી અનુસાર, ફાયરની તમામ ગાડીઓ (Vapi Fire Brigade) થકી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને બંદોબસ્તની કાર્યવાહી હાથ ધરી છે. પ્લાસ્ટિકની કંપનીમાં (Plastic Company) આગ કેવી રીતે લઈ તે પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી. આ અંગે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો - Kheda : જે કામ પોલીસે કરવું જોઈએ તે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એ કર્યું, એટલે મળી સજા ?

Tags :
Advertisement

.

×