Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આપવાનાં નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2500 ઉઘરાવ્યાં!

વિવાદ વધતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું હતું અને જરૂરી તપાસ આદરી હતી.
valsad   બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આપવાનાં નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ  2500 ઉઘરાવ્યાં
Advertisement
  1. Valsad નાં ધરમપુરની સ્વામીનારાયણ સ્કૂલ વિવાદમાં
  2. બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટના નામે ઉઘરાણીનો આરોપ
  3. ધો-12 ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા રૂ. 2500 વસૂલ્યાનો આક્ષેપ
  4. શિક્ષણ વિભાગે તપાસ કરી શાળાને ગેરરીતિ બદલ નોટિસ ફટકારી

Valsad : રાજ્યમાં ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવા પહેલા જ વલસાડનાં ધરમપુરની એક સ્કૂલ ભારે વિવાદમાં સપડાઈ છે. સ્કૂલનાં સંચાલકો સામે ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ પાસેથી હોલ ટિકિટનાં નામે રૂ. 2500 પડાવ્યાં હોવાનો ગંભીર આરોપ થતાં ચકચાર મચી જવા પામી છે. વિવાદ વધતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું હતું અને જરૂરી તપાસ આદરી હતી. તપાસમાં ગેરકાયદેસર ફી ઉઘરાવી હોવાનું બહાર આવતા શાળાને નોટિસ ફટકારી છે અને ઉઘરાવેલી ફી વાલીઓને પરત કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી ખાતે NIMCJ દ્વારા મીડિયોત્સવ 2025નું આયોજન, આટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે

Advertisement

ધો. 12 નાં વિદ્યાર્થીઓ પાસેથી હોલ ટિકિટનાં નામે 2500 વસૂલ્યાનો આક્ષેપ

જણાવી દઈએ કે, રાજ્યમાં અગામી તારીખ 27 ફેબ્રુઆરી, 2025 થી 10 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 12 અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આથી, હાલ શાળાઓ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. જો કે, વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં માલનપાડામાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ ભારે વિવાદમાં સપડાઈ છે. આરોપ છે કે શાળાનાં સંચાલકો દ્વારા ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ પાસેથી હોલ ટિકિટનાં નામે રૂપિયા 2500 ખંખેરી લેવામાં આવ્યા છે. આમ, કોઈ કારણ વિના સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી કરવામાં આવેલી આ રૂ. 2500 ની ઉઘરાણીનો મામલો ચર્ચાસ્પદ બનતા વિવાદ શરૂ થયો હતો.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : 7 આરોપી વિરૂદ્ધ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ, તપાસમાં મોટા ખુલાસા!

શિક્ષણ વિભાગે શાળાને ગેરરીતિ બદલ નોટિસ ફટકારી

આ મામલો શિક્ષણ વિભાગને ધ્યાન આવતા વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને શિક્ષણ વિભાગની ટીમ ધરમપુરનાં માલનપાડાની સ્કૂલ પહોંચી હતી. ટીમે સ્વામિનારાયણ સ્કૂલનાં સંચાલકો અને સ્ટાફની પૂછપરછ આદરી હતી. જો કે, વાત બહાર આવી જતા અને વિવાદ વકર્તા સ્કૂલ સંચાલકો દ્વારા આ રૂ. 2500 ધોરણ રજિસ્ટ્રેશન ફીનાં હોવાનું બહાનું કાઢવામાં આવ્યું છે. જો કે, જે રૂ. 2500 રૂપિયાની ઉઘરાણી માટે જે રસીદ આપવામાં આવી છે તે રસીદને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે. શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં પણ શાળાએ ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવી હોવાનું બહાર આવ્યું છે. આથી, બે દિવસમાં જ ઉઘરાવેલી ફી વિદ્યાર્થીઓનાં વાલીઓને પરત કરવા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યા છે. સાથે જ આ ગેરરીતિ બદલ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Gandhinagar : GAS કેડરનાં 11 અધિકારીઓને બઢતી અપાઈ, જુઓ લિસ્ટ

Tags :
Advertisement

.

×