Valsad નગરપાલિકામાં વોર્ડ નંબંર 2માં બીજેપીને વોટ આપતો વીડિયો થયો વાયરલ
- વોર્ડ નં. 2માં ભાજપને વોટ આપતો વીડિયો આવ્યો સામે
- ભાજપની પેનલને વોટ આપતો વીડિયો વાયરલ થતા ચકચાર
- ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી
Valsad: વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વલસાડ નગર પાલિકામાં વોર્ડ નંબર 2 નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડ નંબર 2 માં ભાજપને વોટ આપતાનો હોવાનો વીડિયો વાયરલ થયાં છે. ભાજપની પેનલને વોટ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. બુથના અંદર મોબાઈલ લઈ જઈ ભાજપને વોટ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Valsad નગરપાલિકામાં વોર્ડ નં. 2નો વીડિયો થયો વાયરલ
વોર્ડ નં. 2માં ભાજપને વોટ આપતો વીડિયો આવ્યો સામે
ભાજપની પેનલને વોટ આપતો વીડિયો વાયરલ થતા ચકચાર
ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી#Valsad #ViralVideo #Election #SthanikSwarajElection #Election2025 #GujaratFirst pic.twitter.com/Lf5rqzXq0c— Gujarat First (@GujaratFirst) February 16, 2025
આ પણ વાંચો: જૂનાગઢમાં 2,29,116 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જાણો વિગતવાર અપડેટ
મતદાર ફોન લઈને મતદાન બુથ અંદર કેવી રીતે ઘૂસ્યો?
નોંધનીય છે કે, આવો વીડિયો વાયરલ થતાં વિપક્ષે અનેક પ્રકારના આક્ષેપો લગાવ્યાં છે. સૌથી મોટી વાત તો એ છે, મતદાન સમયે ફોન લઈ જવા દેવામાં આવતો નથી, તો પછી આ મતદાર પોતાનો ફોન લઈને મતદાન બુથ અંદર કેવી રીતે ઘૂસ્યો? આવા સવાલો થવા અત્યારે સામાન્ય છે. કારણે કે, અહીં વ્યવસ્થા પર પણ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. આવી રીતે બેદરકારી કેમ કરવામાં આવી છે. આખરે આ મતદાર કોણ હતો જેણે વોટીંગનો વીડિયો બનાવ્યો અને પછો તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat Local Elections: બોટાદની ગઢડા નગરપાલિકાની 24 બેઠકો પર મતદાન
વલસાડમાં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિએ થઈ રહ્યું છે મતદાન
વલસાડમાં પણ મતદાન થઈ રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, અહીં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. વલસાડમાં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિનું મતદાન નોંધાયું છે. વલસાડ નગરપાલિકા 4.43 ટકા મતદાન થયું છે. પારડી નગરપાલિકા 6.41 ટકા મતદાન અને ધરમપુર નગરપાલિકા 7.25 ટકા મતદાન થયું છે. આ મતદાન છેલ્લા બે કલાકમાં નોંધાયુ છે.


