ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad : કપરાડા તાલુકામાં વિચિત્ર ઘટના! મોડી રાતે એક સાથે 7 ની તબિયત લથડી

મોડી રાત્રે તમામને ઝાડા, ઊલટી, તાવના લક્ષણ જણાતા તાત્કાલિક સુથારપાડા સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડાયા છે.
06:37 PM Jun 30, 2025 IST | Vipul Sen
મોડી રાત્રે તમામને ઝાડા, ઊલટી, તાવના લક્ષણ જણાતા તાત્કાલિક સુથારપાડા સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડાયા છે.
Valsad_Gujarat_first main
  1. કપરાડા તાલુકાના કેળધા ગામમાં ભોજન બાદ 7 લોકોની તબિયત લથડી! (Valsad)
  2. તમામ 7 લોકો દિનબારી ગામે રાઈસ મિલમાં કામ અર્થે ગયા હતા
  3. તમામે રાઈસ મિલનું પાણી પીધું, ત્યાર બાદ ઘરનું ભોજન લીધું હતું
  4. દર્દીઓને સુથારપાડા સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડાયા
  5. આરોગ્ય વિભાગે રાઈસ મિલ ખાતે પાણીના સેમ્પલ લઈ સરવે શરૂ કર્યો

Valsad : વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકામાં (Kaprada) એક વિચિત્ર ઘટના ઘટી બની છે. તાલુકાના કેળધા ગામે ભોજન બાદ 7 લોકોની તબિયત અચાનક લથડી હતી. તમામ 7 લોકોને સુથારપાડા (Sutharpada) સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તમામ 7 લોકો દિનબારી ગામે આવેલ રાઈસ મિલમાં કામ અર્થે ગયા હતા, જ્યાં તેમણે રાઈસ મિલનું પાણી પીધું હોવાની પ્રાથમિક માહિતી છે.

આ પણ વાંચો - Junagadh : આ 3 કોલેજોની માન્યતા રદ કરાઈ, યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરી આપી માહિતી

મોડી રાત્રે તમામને ઝાડા, ઊલટી અને તાવની ફરિયાદ ઊઠી

પ્રાથમિક મહિતી અનુસાર, વલસાડ જિલ્લાના (Valsad) કપરાડા તાલુકાની ગ્રૂપ ગ્રામ પંચાયત પાંચ વેરા કેળઘાનાં કેળઘા ગામનાં 7 લોકો તેલ પિલાવવા માટે દિનબારી નજીક આવેલી રાઈસ મિલ ગયા હતા, જ્યાંથી પરત આવ્યા બાદ મોડી રાત્રે તમામને ઝાડા, ઊલટી અને તાવ જેવા લક્ષણો જણાતા તેમને તાત્કાલિક સુથારપાડા સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Bhavnagar : લ્યો બોલો... અહીં ગ્રામજનોએ જ 8 દિવસથી શાળાને કરી તાળાબંધી!

રાઈસ મિલ ખાતે નળનું પાણી પીધું, ઘરનું ભોજન લીધું હોવાનું જણાવ્યું

પ્રાથમિક તપાસ મુજબ, દર્દીઓએ જણાવ્યું હતું કે, રાઈસ મિલ ખાતે નળનું પાણી પીધું હતું, જ્યારે બપોરે ઘરનું ભોજન કર્યું હતું. તબીબો અનુસાર, તબિયત લથડવાની સંભાવના દૂષિત પાણીના સેવનથી હોવાનું મનાય છે. હાલ, સારવાર હેઠળના 4 લોકોની સ્થિતિ સ્થિર છે, જ્યારે અન્ય 3 ની તબિયત સારી થઈ ગઈ છે. હેલ્થ વિભાગ દ્વારા રાઈસ મિલ અને કેળઘા ગામના ફળિયાંમાં સરવે શરૂ કરવામાં આવ્યો છે તેમ જ પીણાના, પાણીના નમૂના એકત્ર કરી તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, લક્ષીબેન મોતીરામ કોકેરાએ રાઈસ મિલમાં પાણી ન પીધાં હોવાથી તેમને કોઈ તકલીફ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સારવાર હેઠળના દર્દીઓના નામ:

1) સુગનતીબેન ગોપાળભાઈ કામનાથ
2) રૂખમનીબેન જયરામભાઈ કોલેરા
3) યેશુદીબેન ચેદરભાઈ કાનાત
4) દત્તુભાઈ કુરશન કિહદે

આ પણ વાંચો - VADODARA : ખરાબ રસ્તા, કાદવ-કીચડની સમસ્યા ઉજાગર કરવા સ્થાનિક ગંદા પાણીમાં સુઇ ગયા

Tags :
7 People suddenly Deterioratedcommunity health centerGUJARAT FIRST NEWSKaprada TalukaKeldha VillageSutharpadaTop Gujarati NewsValsadValsad Health Department
Next Article