Vav Assembly by-Election: ગુલાબસિંહની લીડ છતાં માવજી પટેલને જીતની આશા
- મતદારો પર ભરોસો છે, અમે જ જીતીશું: માવજી પટેલ
- વાવના અપક્ષ ઉમેદવાર પહોંચ્યા મતગણતરી સ્થળે
- અમારી ધારણા મુજબ રાઉન્ડ પૂર્ણ થઈ રહ્યા છે: માવજી પટેલ
Vav Assembly by-Election: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી અત્યારે જગાણા ખાતે ચાલી રહીં છે. આ દરમિયાન વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ મતગણતરી સ્થળે પહોંચ્યા છે. આ સાથે સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી અને પોતાની જીતની આશા પણ વ્યક્ત કરી છે. પરંતુ પરિણામને જોતા અત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં છે.
આ પણ વાંચો: Vav Assembly by-Election: મતગણતરીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન, ગુલાબસિંહ આટલા મતોથી...
અત્યારે તો પ્લસ માઈનસ દરેકનું થવાનું: માવજી પટેલ
નોંધનીય છે કે, અપક્ષ ઉમેદવાર માવજી પટેલે જીતની આશા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, અમારી ધારણા મુજબ રાઉન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. અને ચૂંટણી તો અમે જ જીતવાના છીએ. મતદારો મતદારની ઇચ્છા પ્રમાણે મતદાન કર્યું છે પરંતુ મને મતદારો પર ભરોસો છે કે, અમે જીતીશું. આ વિસ્તારા દરિયા જેટલો છે મને મારી જીતની 100 ટકા આશા છે.’ તેમણે કહ્યું કે, દરિયા જેટલો વિસ્તાર છે એટલે અત્યારે તો પ્લસ માઈનસ થવાનું પણ મને જીતની આશા છે.
મતગણતરીના રાઉન્ડ | ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ) | સ્વરૂપજી ઠાકોર (ભાજપ) | માવજી પટેલ (અપક્ષ) | લીડ |
| 1 | 4190 | 3939 | 2119 | કોંગ્રેસ 251 |
| 2 | 7795 | 7498 | 4800 | કોંગ્રેસ 270 |
| 3 | 5458 | 3689 | 1710 | કોંગ્રેસ 1,173 |
| 4 | 16,673 | 15,266 | 7,110 | કોગ્રેસ 1,402 |
| 5 | 22,298 | 19,677 | 7,452 | કોગ્રેસ 2,621 |
| 6 | 29,679 | 21972 | 7518 | કોંગ્રેસ 7,760 |
| 7 | 37079 | 24609 | - | કોંગ્રેસ 11,531 |
| 8 | 41610 | 27919 | - | કોંગ્રેસ 12752 |
| 9 | 41297 | 31597 | 9961 | કોંગ્રેસ 13,292 |
| 10 | 48253 | 35886 | કોંગ્રેસ 12,367 | |
| 11 | 51724 | 38950 | 12156 | કોંગ્રેસ 12,774 |
| 12 | 55,451 | 42,677 | 14,749 | કોંગ્રેસ 12,767 |
આ પણ વાંચો: Vav Assembly by-Election: કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કેટલી લીડ મળશે?
10 હજારથી પણ વધારે મતોથી કોંગ્રેસ અત્યારે લીડમાં
જો કે, સમીકરણો જોતા તો કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહીં છે.એ પણ 10 હજારથી પણ વધારે મતોથી કોંગ્રેસ અત્યારે લીડમાં છે, છતાં પણ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પોતાની જીતની આશા વ્યક્ત કરી છે. આગામી થોડા જ સમયમાં ખબર પડી જશે કે, વાવ બેઠકનો તાજ કોના માથે જાય છે. પરંતુ અત્યારે ચાલી રહેલા મતગણતરી પ્રમાણે કોંગ્રેસન ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત લીડમાં ચાલી રહ્યાં છે.
આ પણ વાંચો: Vav Assembly by-Election: પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી જીતની આશા