ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vav Assembly Seat: ‘અમારી ક્યાંક કચાશ રહીં ગઈ’ કોંગ્રેસની હાર પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન

Vav Assembly Seat: વાવમાં ભાજપની જીત થઈ અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસની હારને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.
04:52 PM Nov 23, 2024 IST | VIMAL PRAJAPATI
Vav Assembly Seat: વાવમાં ભાજપની જીત થઈ અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસની હારને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.
Vav
  1. ભાજપના ઉમેદવાર વાયદા પૂર્ણ કરે એવી આશા: ગેનીબેન ઠાકોર
  2. અમે થોડા મત માટે રહી ગયા છીએ: ગેનીબેન ઠાકોર
  3. આગામી સમયમાં એનાલિસિસ કરીને ક્ષતિઓ દૂર કરીશું: ગેનીબેન ઠાકોર

Vav Assembly Seat: વાવમાં ભાજપની જીત થઈ અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસની હારને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભાની અને કોંગ્રેસના મતદારોનો આભાર માન્યો છે. આ સાથે એવું પણ કહ્યું કે, ક્યાંક તેમની ખોટ રહીં ગઈ જેના કારણ હાર મળી છે. નોંધનીય છે કે, વાવ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહે હતીં પરંતુ આ વખતે ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો છે.

આ પણ વાંચો: કોંગ્રેસ જીતી ગઇ હોત VAV વિધાનસભા, આ 5 ભૂલ ભારે પડી

અમે લોક ચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએઃ ગેનીબેન

સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ‘વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો મતદારોનો હૃદય પૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વોટ આપ્યા છે. ક્યાં અમારી કચાસ રહી ગઈ છે, લોકશાહીની અંદર સ્વરોપરી લોક ચુકાદો રહેતો હોય છે અમે લોક ચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએ. આવનાર સમયમાં અમારી જે કંઈ નાના મોટી કચાશ રહી ગઈ છે એ કદાચ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. ભાજપના ઉમેદવારોએ જે વાયદા આપ્યા તે વાયદા પૂર્ણ કરે એવી આશા રાખું છું.’

આ પણ વાંચો: સ્વરૂપજી ઠાકોર જીત્યા તો ખરા પરંતુ 5 વર્ષ પૂરા નહીં કરી શકે! જાણો શા માટે...

વાવ વિધાનસભાના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માનું છુંઃ ગેનીબેન

વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે થોડા મત માટે રહી ગયા છીએ પરંતુ આવનાર સમયમાં તેનું એનાલિસિસ કરીને જે પણ ક્ષતિઓ રહી ગઈ છે તે આવનાર સમયમાં ના રહે એવી દિશામાં આવનાર સમયમાં પ્રયત્ન કરીશું. અમારી ગણતરી જે અપક્ષ ઉમેદવાર 30,000 થી ઉપર મત લઈ જાય તે પ્રકારની ધારણા હતી. તે ક્યાંક ને ક્યાંક છેલ્લે જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ,ચૌધરી અને જે મેજર સમાજો છે તે ક્યાંકને ક્યાંક અમારી ધારણાથી વધારે મત ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે તે આવનાર સમયમાં સુધારવાનો પ્રયત્ન કરીશું .’

આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો! વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી

Tags :
Geniben ThakorGulab Singh RajputMavjibhai PatelMP Geniben Thakor statementMP Geniben Thakor statement on Vav SeatSwarupji Thakorswarupji Thakor winswarupji Thakor wonVav Assembly by-Election Latest NewsVav Assembly by-Election ResultVav Assembly by-Election Result UpdateVav Assembly SeatVav Assembly Seat ResultVimal Prajapatiગેનીબેનવાવહાર
Next Article