Vav: સ્વરૂપજીની જીત બાદ અલ્પેશ ઠાકોરે ગેનીબેન અને ગુલાબસિંહ સહિત કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
- વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની જીત
- અલ્પેશ ઠાકોરે પોતાના ભાષણમાં ગેનીબેન અને ગુલાબસિંહને લીધા આડે હાથે
- સ્વરૂપજીની જીત બાદ અલ્પેશ ઠાકોરે કરી આ મોટી વાત
Vav: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે, જેને લઈને અત્યારે વાવમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીને વાત કરવામાં આવે તો, વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની જીત બાદ સભા યોજાઈ. આ સભ માં અલ્પેશ ઠાકોરે પોતાના ભાષણમાં ગેનીબેન અને ગુલાબસિંહ રાજપૂતને આડે હાથ લીધા હતા.
આ પણ વાંચો: વાવ વિધાનસભાની જીતને લઇને અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
સ્વરૂપજીની જીત બાદ અલ્પેશ ઠાકોરે કરી આ મોટી વાત
અલ્પેશ ઠાકારે કહ્યું કે, લોકાના કામ કરવાએ જવાબદારી ધારાસભ્ય અને સાસંદની રજૂઆત કરવાથી કાઈના થાય ગેનીબેન ઠાકોર પર સાધ્યું નિશાન હતું. તમારે આભાર માનવો જોઈએ શંકર ચૌધરીનો, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં પ્રચાર કરી સમાજમાં માહોલ ઉભો કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ચૂંટણી ભાજપ, કોંગ્રેસ, અપક્ષ લડે તેમ છતાં પણ વાત આવે છે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની. આ બાબતેને લઈને અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતને લઈને આ વાત કરી હતીં.
આ પણ વાંચો: By-Election Result: સ્વરૂપજી ઠાકોર જીત્યા તો ખરા પરંતુ 5 વર્ષ પૂરા નહીં કરી શકે! જાણો શા માટે...
કોંગ્રેસનો પ્રચાર કરવા માટે આવેલા નેતાઓને અલ્પેશ ઠાકોરે શું કહ્યું?
અમદાવાદ અને ગાંધીનગરથી કેટલાક ડગલા જેવા લોકો એવા આવે જે બધુ ભેલાણ કરીને આવ્યા છે, ત્યા સમાજ જેવુ કઈ રેવા નહી દીધુ અને અહી આવી સમાજ ની વાતો કરે છે તેવું અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું. નોંધનીય છે કે, અત્યારે વાવમાં સ્વરૂપજીની જીતને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન અલ્પેશ ઠાકોર પણ સ્વરૂપજી ઠાકોરના ભારે વખાણ કર્યાં હતાં.
આ પણ વાંચો: Vav Assembly Seat: ‘અમારી ક્યાંક કચાશ રહીં ગઈ’ કોંગ્રેસની હાર પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન