Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vedancha Model: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ, વેડંચા ગામની સિદ્ધિ જાણી ચોંકી જશો!

ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનું નાનકડું ગામ વેડંચા આજે દેશભરમાં સ્વચ્છતા અને પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું ઝળહળતું ઉદાહરણ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આ ગામે ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. વેડંચા ગામને વર્ષ 2024-25 નો પ્રતિષ્ઠિત CIPS- સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
vedancha model  ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ  વેડંચા ગામની સિદ્ધિ જાણી ચોંકી જશો
Advertisement
  1.  પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરનાં વેચાણથી ગ્રામ પંચાયતને દર મહિને 45 હજારથી 50 હજાર રૂપિયાની આવક
  2.  આ મોડેલ થકી ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારી
  3.  વેડંચા ગામને વર્ષ 2024-25 નો પ્રતિષ્ઠિત CIPS- સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડ મળ્યો

Banaskantha : ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનું નાનકડું ગામ વેડંચા (Vedancha) આજે દેશભરમાં સ્વચ્છતા અને પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું ઝળહળતું ઉદાહરણ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (Narendrabhai Modi) માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આ ગામે ગ્રે વોટર મેનેજમેન્ટ (Grey Water Management) ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. વેડંચા ગામને વર્ષ 2024-25 નો પ્રતિષ્ઠિત CIPS- સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડથી (Public Service Award 2024-25) સન્માનિત કરવામાં આવ્યું છે.

વેડંચા મોડેલની વિશિષ્ટતા (Vedancha Model)

વેડંચા ગામે ગ્રે વોટર એટલે કે, રસોડા અને બાથરૂમમાંથી નીકળતા ગંદા પાણીના વ્યવસ્થાપન માટે સરળ, સસ્તી અને અસરકારક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવતર મોડેલ ઊભું કર્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2020-21 માં થઈ હતી. જ્યારે ગામમાં ભૂગર્ભ જળનાં સ્તર ખૂબ ઊંડા ઉતરી ગયા હતા. ગામની પાણીની સમસ્યાને ઉકેલવા અને સ્વચ્છતા વધારવા માટે વેડંચા ગ્રામ પંચાયતે વાસ્મોનાં ટેકનિકલ સપોર્ટ અને બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં (Banaskantha District Rural Development Agency) માર્ગદર્શન સાથે માત્ર 5.55 લાખ રૂપિયાનાં ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટનું (Grey Water Treatment Unit) નિર્માણ કર્યું છે.

Advertisement

આ યુનિટ દ્વારા ગામનાં 30 ટકા ઘરોમાંથી નીકળતા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરીને લગભગ 200 કિલો લિટર પ્રતિ દિવસ- KLD પાણી ખેતી અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રક્રિયામાં ફટકડી, ચૂના અને ચારકોલ જેવી સરળ સામગ્રીનો ઉપયોગ થાય છે, જેનાથી ખર્ચ ઓછો રહે છે અને જાળવણી પણ સરળ બને છે. ઉપરાંત, પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને દર મહિને 45 હજારથી 50 હજાર રૂપિયાની આવક થાય છે, જે આ મોડેલને આત્મનિર્ભર બનાવે છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : જાણો પ્રભારીમંત્રી તરીકે કોણે મળી કયા જિલ્લાની જવાબદારી ? જુઓ લિસ્ટ

સ્વચ્છતા અને ટકાઉ વિકાસનું પ્રતીક

વેડંચા મોડેલની (Vedancha Model) સફળતા એટલી પ્રભાવશાળી છે કે તે રાજ્ય અને દેશભરના ગામો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. આ મોડેલે ન માત્ર પાણીનો વ્યય અટકાવ્યો, પરંતુ ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારી છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છતાનું સ્તર પણ નોંધપાત્ર રીતે સુધર્યું છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (Swachh Bharat Mission) હેઠળ ગ્રામ પંચાયતોને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વ્યક્તિ દીઠ ગ્રાન્ટ જેમાં 5 હજારથી ઓછી વસ્તી માટે 280 રૂપિયા અને 5 હજારથી વધુ વસ્તી માટે 660 રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને અન્ય ગામો પણ આવા યુનિટની સ્થાપના કરી શકે છે.

દેશના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ

વેડંચા ગામની આ સિદ્ધિની ગુંજ દૂર-દૂર સુધી પહોંચી છે. અન્ય જિલ્લાઓના અધિકારીઓ, સરપંચો અને શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ આ મોડેલનો અભ્યાસ કરવા વેડંચા ગામની મુલાકાત લઈ રહ્યા છે. ગામનાં સરપંચના જણાવ્યા મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સતત માર્ગદર્શનથી ગામમાં સ્વચ્છ ભારત મિશનનાં અન્ય પાસાઓ જેવા કે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને શોષખાડા નિર્માણ જેવી પ્રવૃત્તિઓમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો છે. વેડંચા મોડેલ એ ગ્રામીણ ભારત માટે એક નવો રાહ બતાવે છે. જે સ્વચ્છતા, પાણીનું સંરક્ષણ અને આર્થિક આત્મનિર્ભરતાને એકસાથે સાકાર કરે છે. ગુજરાત સરકારે (Gujarat Government) આ મોડેલને રાજ્યભરમાં અમલી બનાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. વેડંચા ગામે સાબિત કર્યું છે કે નાના પગલાંઓથી મોટા ફેરફારો શક્ય છે, અને આ મોડેલ ગ્રામીણ વિકાસનું એક ઝળહળતું રત્ન બની રહેશે.

આ પણ વાંચો - Vadodara : 20 દિવસમાં સરવે કરવા અધિકારીઓને MLA કેતનભાઈ ઈનામદારની સૂચના!

Tags :
Advertisement

.

×