Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોર્ટે Devayat Khavad સહિત તમામ આરોપીઓના જામીન કર્યા મંજૂર,પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

Devayat Khavad ને પોલીસે ઝડપી પાડિને વેરાવળની કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી હતી, કોર્ટે  દેવાયત ખવડના જામીન કર્યા મંજૂર
કોર્ટે  devayat khavad સહિત તમામ આરોપીઓના જામીન કર્યા મંજૂર પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
Advertisement
  • ડાયરાના કલાકાર Devayat Khavad કોર્ટે જામીન કર્યા મંજૂર
  • પોલીસે દેવાયતના 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી
  • Devayat Khavadને કોર્ટમાંથી મળી મોટી રાહત 

ડાયરાના કલાકાર દેવાયત ખવડને પોલીસે ઝડપી પાડિને વેરાવળની નીચલી કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી હતી,  કોર્ટે  દેવાયત ખવડની જામીન મંજૂર કરી દીધા છે. આજે  ડાયરના કલાકાર દેવાયત ખવડને પોલીસે ઝડપી પાડ્યા બાદ હવે તેને કોર્ટમાં હાજર કર્યો હતો  . દેવાયત અને તેના સાથીઓને વેરાવળ કોર્ટમાં હાજર કરાયા હતા પોલીસ દેવાયતના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી  કોર્ટમાં  બંને પક્ષોએ ભારે  દલીલ કરી હતી, દલીલ સાંભળ્યા બાદ   વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓના  જામીન મંજૂર કરી દીધા

નોંધનીય છે કે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓ પોલીસના સંકજામાં છે, 17 ઓગસ્ટે ખવડ સહિત સાત લોકોની પોલીસે દુધઇ ગામ પાસેથી ધરપકડ કરી હતી તમામના મેડિકલ ચેકએપ કરાવ્યા બાદ આજે કોર્ટમાં હાજર કરાયા હતા.

Advertisement

Devayat Khavad ને વેરાવળ કોર્ટે જામીન કર્યા મંજૂર

નોંધનીય છે કે પોલીસે દેવાયત અને તેના સાગરિતોને વેરાવળની નીચલી કોર્ટમાં હાજર કર્યા હતા,પોલીસે 7 દિવસાના રિમાન્ડની માંગણી કરી છે, હથિયાર અને લૂંટના રૂપિયા રિકવર કરવાના આરોપીઓ પાસેથી હજુ બાકી છે. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા કપડા અને કાર પણ રિકવરી કરવાની બાકી છે. આ તમામ બાબતોના આધારે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી આ મામલે દેવાયત ખવડના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે દેવાયતની અટક ગેરકાનૂની છે. આ મામલે ભારે દલીલ કરવામાં આવી હતી અને અંતે વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓની જામીન અરજી મંજૂર કરી હતી

Advertisement

Devayat Khavad  સહિત તેના સાગરિતોની પોલીસે કરી હતી ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે દેવાયત ખવડ સહિતના તેના સાગરિતોને દૂધઇ ગામ પાસેથી ઝડપી પાડ્યા હતા,પોલીસે તમામની ધરપકડ 17 ઓગસ્ટના રોજ કરી હતી, દેવાયતે તલાલા લોકઅપમાં રાત વિતાવવી પડી હતી , રાત્રે તેણે દાળભાત અને દાળભાત ખાધા હતા.

શું છે મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પાસે સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ડાયરના કલાકાર દેવાયત ખવડ વચ્ચે ડાયરના પૈસા ન આપવાના મામલે વિવાદ થયો હતો અને બંને પક્ષ દ્વારા ફરિયાદ પણ થઇ હતી, આ મામલો પત્યો ન હતો, ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 સાગરિતોએ જાનલેવા હુમલો કર્યો હતો.ખવડ અને તેના સાગરિતોએ કારથી ધ્રુવરાજસિંહની કારને અનેકવાર ટક્કર મારી હતી. લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતાં જ ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે દેવાયત અને તેના સાગરિતો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચો:   Gujarat માં 100થી વધુ IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ,જુઓ બદલીનું સંપૂર્ણ લિસ્ટ

Tags :
Advertisement

.

×