Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGRC : ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો

આ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત માટે નવી તકો સફળતાપૂર્વક યોજાઇ
vgrc   ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ  રોકાણ અને રોજગારીની નવી તકો
Advertisement
  • VGRC : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- ઉત્તર ગુજરાત
  • મહેસાણામાં 'રીજનલ એસ્પીરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ'ની થીમ સાથે યોજાયેલ બે દિવસીય કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન
  •        - ૨૯,૦૦૦થી વધુ સહભાગીઓ નોંધાયા
           - ૭૦થી વધુ દેશોની સહભાગિતા સાથે ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા
         - ૧૬૦થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ)અને ૧૦૦થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકો      
          - ૪૧૦થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો, જેમાં ૧૭૦થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી
          - ૧૨૧૨ જેટલા એમઓયુ થયા. આ એમઓયુ થકી અંદાજિત ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ ઉત્તર                        ગુજરાતમાં આવનારા દિવસોમાં આવશે
  • બે દિવસીય રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે : ઉદ્યોગમંત્રી  બલવંતસિંહ રાજપૂત

Advertisement

Advertisement

VGRC : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલા બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(ઉત્તર ગુજરાત)નું સફળતાપૂર્વક સમાપન થયું હતું.

'રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ'ની થીમ પર યોજાયેલ આ બે દિવસીય કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે. આ ઉપરાંત, આ રિજનલ કોન્ફરન્સ ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને સર્વસમાવેશક વિકાસ માટેના રોલ મોડેલ તરીકે રાજ્યને સ્થાપિત કરવામાં નોંધપાત્ર સાબિત થઈ છે.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput)જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતા અંગે વાત કરતા ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં અંદાજિત ૩૦ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને ૭૨ જેટલા દેશોના લોકો આ સમિટમાં જોડાયા હતા.

તેમને વધુમાં ઉમેર્યું કે, આ રિજનલ કોન્ફરન્સ દરમિયાન ૧૨૧૨ જેટલા એમઓયુ થયા છે. આ એમઓયુ થકી અંદાજિત ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ ઉત્તર ગુજરાતમાં આવનારા દિવસોમાં થવાનું છે.

VGRC : ₹૫૦૦ કરોડનો વેપાર થયાનો અંદાજ

ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિવિધ દેશોના ઉદ્યોગકારો અને સંગઠનો આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા હતા, તેઓની સાથે ગુજરાતના ઉત્પાદનોની નિકાસ અંગે બેઠકો પણ થઈ હતી અને અને આ બેઠકો થકી પણ ₹૫૦૦ કરોડનો વેપાર થયાનો અંદાજ છે.

આ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત માટે નવી તકો લઈને આવ્યું છે અને રોકાણ તથા ઇનોવેશનના કેન્દ્ર તરીકે રાજ્યના સ્થાનને મજબૂત કરશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) - ઉત્તર ગુજરાત- આંકડાઓ અને સિદ્ધિઓ

*નોંધણી અને ભાગીદારી: ૨૯,૦૦૦થી વધુ લોકોએ (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય) રજીસ્ટ્રેશન કરાવ્યું.
*વૈશ્વિક સહભાગિતા: ૭૦થી વધુ દેશોની સહભાગિતા સાથે ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ (કંપનીઓ અને વ્યક્તિઓ) હાજરી આપી હતી.
*રાજદ્વારીઓની ઉપસ્થિતિ :- જાપાન, વિયેતનામ, ન્યૂઝીલેન્ડ, રવાન્ડા, ગયાના, યુક્રેન સહિતના દેશોના રાજદ્વારીઓ (એમ્બેસેડર્સ અને હાઈ કમિશનર્સ)ની વિશેષ ઉપસ્થિતિ રહી.
*બિઝનેસ મીટીંગ્સ :- સંમેલન દરમિયાન ૧૬૦થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને ૧૦૦થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકોનું આયોજન થયું હતું.
*પાર્ટનર સંસ્થાઓ: વર્લ્ડ બેંક, JETRO, US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અને ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સક્રિય પાર્ટનર તરીકે જોડાઈ હતી.

VGRC : પ્રદર્શન, નોલેજ સેશન્સ અને મુખ્ય રોકાણ

- એક્ઝિબિશન - ૧૮,૦૦૦ ચો. મીટર વિસ્તારમાં ફેલાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં થયું હતું. પ્રદર્શનની થીમ 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' પર આધારિત હતી.

- પ્રદર્શકો - ૪૧૦થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો, જેમાં ૧૭૦થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ.

- બાયર-સેલર મીટ - ૩૪ વિદેશી ખરીદદારો સાથે રિવર્સ બાયર-સેલર મીટનું આયોજન કરાયું, જેણે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે નિકાસના દ્વાર ખોલ્યા.

- નોલેજ સેશન્સ - બે દિવસમાં કુલ ૪૬થી વધુ મુખ્ય સત્રો યોજાયા, જેમાં ૨ રાઉન્ડટેબલ કોન્ફરન્સીસ, ૧૩ પેનલ ડિસ્કશન અને ૩૧ સેમિનારનો સમાવેશ થાય છે.

- વિવિધ સત્રોમાં ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ફાઇનાન્સ, ઇ કોમર્સ ડિજિટલ પ્લેટફોર્મ, એડવેન્ચર ટુરિઝમ અને એક્સપોર્ટ પ્રમોશન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એગ્રી-ટેક અને નેચરલ ફાર્મિંગ, ડેરી ટેક્નોલોજી, એનર્જી, ટેક્નોલોજી ટ્રાન્સફર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહકાર, ક્રિટિકલ મિનરલ્સ, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર નિર્માણ, રિન્યુએબલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને સ્કિલિંગ ફોર ગ્રીન ઇકોનોમી જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ.

મહત્ત્વપૂર્ણ રોકાણ - રિજનલ કોન્ફરન્સ દરમિયાન અક્ષય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોમાં વિવિધ સમજૂતી કરારો (MoUs) અને વ્યૂહાત્મક ભાગીદારીઓ થઈ.

આ પણ વાંચો SSNY : કચ્છનો ખડીર વિસ્તાર નર્મદાનીરથી નવપલ્લીત થશે

Tags :
Advertisement

.

×