Navratri 2025 : વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ ચલાવતા, સુરતમાં ઢોલ વગાડતા કલાકારો વિધર્મી નીકળ્યા!
- Navratri 2025 માં વિધર્મીઓનાં પ્રવેશને લઈ VHP અને બજરંગ દળ મેદાને
- નવરાત્રિ પંડાલમાં 'વિધર્મી મુક્ત અભિયાન' અંતર્ગત ચેકિંગ હાથ ધર્યું
- વડોદરામાં LVP ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતાં વિવાદ
- સુરતનાં વેસુમાં સુવર્ણ નવરાત્રિ મહોત્સવમાં વિધર્મી કલાકારો સામે બજરંગ દળની કાર્યવાહી
Navratri 2025 : રાજ્યમાં ગરબા મહોત્સવની ઠેર ઠેર ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગરબામાં વિધર્મી યુવકોના પ્રવેશ સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે (Bajrang Dal) બાંયો ચઢાવી છે અને ગરબા ગ્રાઉન્ડમાં જઈ ચેકિંગ કરવામાં આવી રહી છે. વડોદરા (Vadodara) અને સુરતમાં (Surat) ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી યુવકોનાં પ્રવેશને લઈ વિવાદ સર્જાયો છે. વડોદરામાં ખાણી-પીણીનાં સ્ટોલ પરથી વિધર્મીને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે સુરતમાં પણ ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મનાં હોવાનું બહાર આવતા બહાર કરાયા હતા.
આ પણ વાંચો - Rajkot : પોતાનાં નિવેદનોથી અનેક વખત વિવાદમાં રહેલા રમેશ ફેફરે કરી આત્મહત્યા!
વડોદરામાં Navratri ગ્રાઉન્ડમાં સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતાં વિવાદ
વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં (Navratri 2025) વિધર્મીઓનાં પ્રવેશને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન, શહેરનાં LVP ગરબા ગ્રાઉન્ડમાં (LVP Garba Ground) સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાઈ હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો. ગરબા ગ્રાઉન્ડમાં ખાણી-પીણીનાં સ્ટોલ પરથી વિધર્મીને બહાર કાઢવામાં આવ્યો હતો. વીએચપીનાં કાર્યકર્તાઓએ ચેતવણી આપતા કહ્યું હતું કે, "વિધર્મી મુક્ત નવરાત્રિ" ઊજવાશે. 500 થી 1000 કાર્યકરો અલગ-અલગ જગ્યાએ તૈનાત રહેશે. વીએચપી કાર્યકર્તાઓએ વધુમાં કહ્યું કે, વડોદરાનાં (Vadodara) દરેક ગરબા પર નજર રખાશે અને ગરબા ગ્રાઉન્ડમાં મળતા વિધર્મીઓને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.
આ પણ વાંચો - Gujarat Rain: દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે માઠા સમાચાર, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
Navratri માંથી વિધર્મીઓને પકડી પકડીને Bajrang Dal ના કાર્યકરોએ કાઢ્યા બહાર | Gujarat First
નવરાત્રિ પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ
Surat ના Vesu માં સુવર્ણ નવરાત્રિ મહોત્સવમાં બજરંગ દળની કાર્યવાહી
Vadodara ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને VHP અને બજરંગ દળ મેદાને"… pic.twitter.com/0FW1VPA5mG— Gujarat First (@GujaratFirst) September 23, 2025
સુરતમાં ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મનાં હોવાનું બહાર આવ્યું
સુરતમાં (Surat) પણ ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓની એન્ટ્રી સામે બજરંગ દળ (Bajrang Dal) મેદાને આવ્યું છે. માહિતી અનુસાર, ગત રાતે વેસુમાં સુવર્ણ નવરાત્રિ મહોત્સવમાં બજરંગ દળની ટીમે કાર્યવાહી કરી હતી. નવરાત્રિ પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ હાથ ધરી ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મનાં હોવાનું બહાર આવ્યું હતું. ગરબા મંચ પર 5 થી 7 જેટલા કલાકારોની ઓળખ થઈ હતી. બજરંગ દળનાં કાર્યકર્તાઓએ કલાકારોને તરત જ મંચ પરથી નીચે ઉતાર્યા હતા અને કલાકારોને પંડાલની બહાર લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગરબાનાં મુખ્ય આયોજકોને બોલાવી સમજૂતી કરાવી હતી. ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા બજરંગ દળે ચેતવણી પણ આપી હતી. ગરબા આયોજકોએ હિન્દુ સમાજથી માફી માગી અને લેખિતમાં ખાતરી આપી કે ભવિષ્યમાં કાળજી રાખશે.
આ પણ વાંચો - Valsad : મોડી રાત સુધી ગરબા રમવા અંગે સાંસદ ધવલ પટેલનું મહત્ત્વનું નિવેદન, કોંગ્રેસ પર પ્રહાર!


