Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી, 1.11 કરોડ પોસ્ટકાર્ડથી PM મોદીનો 'જન આભાર'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિકાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને સ્વદેશીને પ્રોત્સાહન આપી 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને દોહરાવ્યો.
અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી  1 11 કરોડ પોસ્ટકાર્ડથી pm મોદીનો  જન આભાર
Advertisement
  • અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
  • 1,11,75000 પોસ્ટ કાર્ડ લખવા તે મોટો રેકોર્ડ: મુખ્યમંત્રી
  • "પોસ્ટ કાર્ડ PMના સેવા અને વિકાસ કાર્યોના ગૌરવ સમાન"
  • રાજનીતિની વ્યાખ્યા જ વડાપ્રધાને બદલી નાખી: મુખ્યમંત્રી
  • હવે વિકાસના કાર્યો આધારિત રાજનીતિ થાય છે: મુખ્યમંત્રી

Thanks Letter To PM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) તા. 7થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ઉજવાનારા વિકાસ સપ્તાહ અન્વયે અમદાવાદમાં યોજાયેલા વિકાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળીને વિકાસની રાજનિતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો.

તેમના નેતૃત્વમાં ઓક્ટોબર 2001થી શરૂ થયેલી રાજ્યની વણથંભી વિકાસયાત્રા સુશાસનના 25માં વર્ષમાં પ્રવેશી છે. આપણે વડાપ્રધાનની વિઝનરી લિડરશીપમાં હવે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત 2047 તરફની અવિરત કૂચ જારી રાખવી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

Advertisement

વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) એ જી.એસ.ટી.માં પરિવર્તન કારી સુધારાઓથી દેશના સામાન્ય માનવીને મોટો લાભ કરાવ્યો છે. એટલુ જ નહિ, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જન જનને વિકાસમાં જોડ્યા છે તેનો આભાર વ્યક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, સમાજના વિવિધ વર્ગો અને ગુજરાતની સહકારી સંસ્થાઓ, બેંકો, દુધ મંડળીઓ સહિતના સહકારી સંગઠનો વગેરે દ્વારા 1 કરોડ 11 લાખ 75 હજાર પોસ્ટકાર્ડ 'આત્મનિર્ભર ભારત, જન આભાર' અંતર્ગત વડાપ્રધાનને લખવામાં આવ્યા છે.

Advertisement

દર વર્ષે ઉજવાય છે વિકાસ સપ્તાહ : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યુ કે,  PM નરેન્દ્રભાઈ મોદી(Narendra Modi)ના દિશાદર્શનમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટેના અથાક પ્રયત્નો આપણને નવી દિશા આપતા રહે તે માટે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિકાસ સપ્તાહ સાથે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષનો પણ સુયોગ થયો છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને સાકાર કરવા વિકાસ સપ્તાહ અંતર્ગત આ વર્ષે આપણે સ્વદેશી તથા વોકલ ફોર લોકલને વધુને વધુ પ્રોત્સાહન આપવું છે.

'લોકલ ફોર લોકલ તરફ આપણે જવાનું છે '

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ “ગ્યાન”ના ચાર મુખ્ય પિલ્લર સહિત સમાજની વ્યાપક સહભાગીદારીથી આ વિકાસ સપ્તાહને આપણે વિકાસની નવી દિશા આપવાની નેમ રાખી છે. તેમણે કહ્યુ કે, સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં સ્વદેશી ચળવળને વેગવાન બનાવવામાં આવી હતી. હવે વડાપ્રધાનના દિશાદર્શનમાં સમૃદ્ધ ભારત માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ તરફ આપણે જવુ છે.

Bhupendra Patel Speech

Bhupendra Patel Speech

વડાપ્રધાને આપ્યો છે વિકાસનો મંત્ર : ઋષિકેશ પટેલ

આ માટે આપણા દેશના યુવકો અને કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને તથા સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર વિશેષ ભાર આપીને આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું તેમ તેમણે ઉમેર્યુ હતુ. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh patel) જણાવ્યું કે દેશને આઝાદી અપાવવા માટે ઓછી માળખાગત સુવિધાઓ વચ્ચે મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ શરૂ કરી હતી. ત્યારે આજે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ગતિ કરી રહેલા ભારતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીનો મંત્ર આપ્યો છે. દેશની વ્યાપારી ખાધ ઘટાડીને દેશને આર્થિક સમૃદ્ધિ અપાવવાનો આ રાજમાર્ગ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

'આપણે ફળ સ્વરૂપે કરી રહ્યા છે ઉજવણી'

વધુમાં, મંત્રીએ કહ્યું કે દેશને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવા વડાપ્રધાનએ અનેક નવતર પહેલ સૂચવી છે. આજથી 24 વર્ષ પહેલાં શરૂ થયેલી એ વિકાસયાત્રાના ફળ સ્વરૂપ આજે આપણે આ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ. જેમાં રાજ્યના ખેડૂતો, પશુપાલકો, યુવાનો સૌ કોઈ જોડાયા છે. વડાપ્રધાનને ઉદ્દેશીને લખેલો આ દરેક પોસ્ટ કાર્ડને પત્ર નહીં, પણ દિલની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું. ત્યારે આજના આ પ્રસંગને મંજિલ નહીં, પરંતુ માત્ર પડાવ ગણીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવીને સૌ કોઈને ફાળો આપવા શ્રી પટેલે અપીલ કરી હતી.

24 વર્ષ પહેલા શરૂ થઈ હતી સુશાસન યાત્રા : જગદીશ વિશ્વકર્મા

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ જગદીશ વિશ્વકર્મા (JagdishVishwakarma)એ સૌને વાલ્મીકિ જયંતીની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે આજથી 24 વર્ષ પહેલાં 7મી ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌ પ્રથમવાર શપથ લઈ સેવા, સમર્પણ અને જનવિશ્વાસની સાથે સુશાસનની યાત્રા શરૂ કરી હતી.

Thanks letter to pm

Thanks letter to pm

'12 ગામના લોકોએ લખ્યા છે પોસ્ટકાર્ડ'

વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું કે આજના ડિજિટલ યુગમાં સમગ્ર ગુજરાતે અને ખાસ કરીને સહકાર ક્ષેત્રના અનેક નાગરિકો-પરિવારોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી GST રિફોર્મ્સ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી અભિયાન મુદ્દે આભાર વ્યક્ત કરવાનું આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં રાજ્યનાં 12 હજાર ગામડાંની 26 હજાર મંડળીના સભાસદો, 5.50 લાખ જેટલા કૉલેજના યુવાનો અને 1.25 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.

સ્વદેશી અપનાવવાના લીધા શપથ

તેમણે ઉમેર્યું કે દેશના 140 કરોડ ભારતીયો જો સ્વદેશીનું એક ડગલું માંડે તોપણ દેશને વિકસિત રાષ્ટ્ર બનતાં કોઈ રોકી શકે તેમ નથી. ત્યારે આગામી તહેવારોમાં સૌ નાગરિકોને સ્વદેશી ખરીદીને પ્રાધાન્ય આપી, આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. કાર્યક્રમમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત 'હર ઘર સ્વદેશી' મુહિમમાં યોગદાન આપવા અને સ્વદેશી અપનાવવા સૌએ શપથ લીધા હતા.

Bhupendra Patel letter

Bhupendra Patel letter

લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દૂધ સંઘો અને ડીસીસીબીને મળેલ પોસ્ટકાર્ડ, અમુલ ફેડ ખાતે મળેલ પોસ્ટકાર્ડ, જીએસસી બેંક ખાતે મળેલ પોસ્ટકાર્ડ અને પ્રેસથી ડિસ્પેચ થયેલ પોસ્ટકાર્ડ મળીને કુલ 75 લાખથી પણ વધુ આભાર પોસ્ટ કાર્ડ રાજ્યના ખેડૂતો અને નાગરિકોએ વડાપ્રધાનશ્રીને લખ્યા છે. આ કાર્યવાહીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં તથા લીમકા બુક ઓફ રેકોર્ડ અને અન્યમાં વિશ્વવિક્રમ તરીકે સમાવવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. આ પ્રસંગે આ મુહિમ આધારિત ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિ

'આત્મનિર્ભર ભારત, જન આભાર' કાર્યક્રમમાં શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદના સાંસદો, ધારાસભ્યો, જીએસસી બેંકના ચેરમેન  અજય પટેલ, જીસીએમએમએફના ચેરમેન   અશોક ચૌધરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર   અને હોદ્દેદારો, ચીફ પોસ્ટ માસ્તર જનરલ ગણેશ સાવડેકર, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા ડિરેક્ટર ઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ઓ તથા ડિરેક્ટર ઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  VGRC Mehsana : CM ભૂપેન્દ્ર પટેલ અને જાપાનનાં રાજદૂત વચ્ચે મુલાકાત, કહ્યું- ગુજરાતમાં રોકાણ માટે..!

Tags :
Advertisement

.

×