Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!
- કલાકાર વિક્રમ ઠાકોરને લઇને સૌથી મોટા સમાચાર (Vikram Thakor)
- અભિનેતા વિક્રમ ઠાકોરની રાજકારણમાં થઇ શકે છે એન્ટ્રી!
- AAP સંયોજક અરવિંદ કેજરીવાલે કર્યો વિક્રમ ઠાકોરનો સંપર્ક
- ઇસુદાન ગઢવી મારફતે કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો
ગુજરાતનાં જાણીતા કલાકાર અને અભિનેતા વિક્રમ ઠાકોર (Vikram Thakor) અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં, વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મામલે અવગણનાને લઈ વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરે તેવા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો - Vadnagar : યોગ મુદ્રામાં મળેલા 1000 વર્ષ જૂના પુરુષ કંકાળ અને ખોપરીનું શું છે રહસ્ય ?
AAP સંયોજક અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો
ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં (Gujarat Film Industry) જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરને લઈ મોટા સમાચાર આવ્યા છે. વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં હાથ અજમાવી શકે છે. આમ આદમી પાર્ટી (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હોવાની માહિતી સામે આવી છે. આપ નેતા ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) મારફતે કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, વિક્રમ ઠાકોરે (Vikram Thakor) પણ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત માટે આમંત્રણ મળ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર રીતે માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો - Banaskantha : સંભલ મસ્જિદ વિવાદમાં મુખ્ય અરજદાર મહંત ઋષિરાજગીરી મહારાજ અંબાજીની મુલાકાતે
વિધાનસભામાં આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી
નોંધનીય છે કે, વિધાનસભાની મુલાકાત માટે સરકાર દ્વારા રાજ્યનાં કલાકારોને આમંત્રિત (Gujarati Artists in Gujarat Assembly) કરવામાં આવ્યા હતા ત્યારે ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી અને ઠાકોર સમાજ સહિત અન્ય સમાજનાં કલાકારોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ વકરતા સરકારે ગુજરાતનાં તમામ કલાકારોને વિધાનસભાની (Gujarat Assembly) મુલાકાત લેવા માટે આમંત્રિત કર્યા હતા. જો કે, તેમ છતાં વિધાનસભાની મુલાકાત લેનારા કલાકારોમાં વિક્રમ ઠાકોરની ગેરહાજરી જોવા મળી છે.
આ પણ વાંચો - Nursing Exam Scam : મોટી સંખ્યામાં ઉમેદવારોનો ગાંધીનગરમાં 'હલ્લાબોલ'! કરી આ માગ