Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી, જાણો કયાં વરસાદ બોલાવશે ભૂક્કા

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી સુરતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું Gujarat Rain : ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી (rainingujarat)અતિભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. સુરતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું....
gujarat rain  હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી  જાણો કયાં વરસાદ બોલાવશે ભૂક્કા
Advertisement
  • રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ આગાહી
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી
  • સુરતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી (rainingujarat)અતિભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. સુરતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. શહેરમાં સતત અનરાધાર (weatherforecas)વરસાદના કારણે નદી નાળા છલકાયા તો કયાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યાં તોફાની વરસાદ સાબરકાંઠા, દ્વારકા અને ડાંગમાં જઈ પહોંચ્યા છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (ambalalpatel)આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે.

રાજ્યમાં વરસાદ બોલાવશે ભૂક્કા

હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી મુજબ દ્વારકા,પોરબંદર સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું જોર જોવા મળશે. જ્યારે જામનગર અને કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. અરબ સાગરમાં અત્યારે ભેજનું પ્રમાણ વધ્યુ છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા જૂલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. હાલમાં ડાંગમાં વરસાદના આગમનથી ધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જ્યારે સાબરકાંઠામાં હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે.

Advertisement

Advertisement

આ વિસ્તારોમાં ભારે વરસાદનું રહેશે જોર

અષાઢમાં અષાઢી માહોલ જામ્યો છે. 9 થી 15 જૂલાઈમાં પણ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. 3જી જૂલાઈની આસપાસ મહેસાણામાં મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે નવસારી,સુરત,ભરૂચ,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવશે. સમી,હારીજ, પાટણમાં છૂટો છવાયા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદ તબાહી મચાવે તેવા એંધાણ દેખાય છે.

Tags :
Advertisement

.

×