ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aravalli જિલ્લામાં બીજા દિવસે પણ વાતાવરણ ધૂંધળુ, મોડસામાં વાદળછાયું વાતાવરણ

ઉનાળાની આકરી ગરમીની વચ્ચે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ વાદળછાયું થતા આકરી ગરમીમાં આંશિક રાહત જોવા મળી છે. જો માવઠું થશે તો પંથકના મકાઈના પાકને નુકસાન થવાની ભીતી છે. વાંચો વિગતવાર.
08:14 PM Apr 16, 2025 IST | Hardik Prajapati
ઉનાળાની આકરી ગરમીની વચ્ચે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ વાદળછાયું થતા આકરી ગરમીમાં આંશિક રાહત જોવા મળી છે. જો માવઠું થશે તો પંથકના મકાઈના પાકને નુકસાન થવાની ભીતી છે. વાંચો વિગતવાર.
Aravalli district weather, Gujarat First,

 

Aravalli: ભર ઉનાળે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળા છવાયા છે. વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીમાં આંશિક રાહત જોવા મળી છે. Modasa ના ગ્રામીણ પંથકમાં પણ આકાશમાં વાદળા જોવા મળ્યા છે. જો કે ખેડૂતોને માવઠાનો ડર છે. જો માવઠું થશે તો પંથકના મકાઈના પાકને નુકસાન થઈ શકે છે.

વાદળછાયું વાતારવણ

આજે વહેલી સવારથી Aravalliના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. Modasa તાલુકામાં મોટી ઈસરોલ, રાજલી, માધુપુર, ઉમેદપુર, ટીંટોઈ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મોડાસાના ગ્રામીણ વિસ્તારોમાં તો આકાશમાં વાદળો છવાતા ઠંડક પ્રસરી ગઈ છે. જો કે, આ સાથે ખેડૂતોની ચિંતા પણ વધી છે. જો માવઠું થશે તો મકાઈ ઉપરાંત અનેક પાકોને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચોઃ  માતર MLAના જ ગામમાં કાયદો વ્યવસ્થા ચીંથરેહાલ, 4 દિવસ બાદ ગૂમ યુવકનો મળ્યો મૃતદેહ

માવઠાથી નુકસાન

Aravalli જિલ્લામાં આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના કેટલાક વિસતારોમાં વાદળા છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અરવલ્લીના મોડાસાના ગ્રામીણ વિસ્તારોમાં પણ આકરી ગરમીમાંથી સ્થાનિકોને રાહત મળી છે. રાજલી, મોટી ઈસરોલ, માધુપુર, ઉમેદપુર અને ટીંટોઈ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના લીધે તાપમાનમાં ઘટાડો થયો છે. ભરઉનાળે આકરી ગરમીમાંથી અરવલ્લી જિલ્લાના રહેવાસીઓને થોડીક રાહત મળી છે. જો કે અરવલ્લી જિલ્લાના ખેડૂતોને માવઠાનો ભય સતાવી રહ્યો છે. જો માવઠું થશે તો અરવલ્લી જિલ્લાના મકાઈ ઉપરાંત અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ રહેલ છે.

આ પણ વાંચોઃ  Rajkot City Bus Accident : ડ્રાઇવર અંગે મોટો ખુલાસો! પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

Tags :
Agriculture news GujaratAravalli corn crop damageAravalli district weatherAravalli monsoon riskAravalli weather updateCloudy weather AravalliCrop damage due to rainFarmer concerns AravalliGujarat FirstGUJARAT FIRST NEWSMaize crop risk AravalliModasa cloudy weatherMonsoon effect on farmingMonsoon impact on cropsWeather change in Modasa
Next Article