Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અસારવા વાયા હિંમતનગરથી કાનપુરની weekly special train શરૂ થશે,23 સપ્ટેમ્બરથી ટ્રેન સેવા શરૂ કરાશે!

અસારવા વાયા હિંમતનગર થઈ કાનપુર સુધીની weekly special train શરૂ કરવાનો નિર્ણય રેલવે મંત્રાલયે લીધો છે
અસારવા વાયા હિંમતનગરથી કાનપુરની weekly special train શરૂ થશે 23 સપ્ટેમ્બરથી ટ્રેન સેવા શરૂ કરાશે
Advertisement
  • હિંમતનગર થઈ કાનપુર સુધીની weekly special train શરૂ થશે
  • કાનપુર સુધીની  વિશેષ ટ્રેન ચાલુ કરવાનો લેવામાં આવ્યો નિર્ણય
  • ર૩ સપ્ટેમ્બરથી ૪ નવેમ્બર સુધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

હિંમતનગર સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજસ્થાનને ટ્રેન સુવિધાનો વધુ લાભ મળે તે માટે રેલવે  મંત્રાલયે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આગામી ર૩ સપ્ટેમ્બરથી ૪ નવેમ્બર સુધી અમદાવાદના અસારવાથી વાયા-હિંમતનગર થઈ કાનપુર જતી સાપ્તાહિક વિશેષ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

 weekly special train  શરૂ થશે

આ અંગે રેલવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી તા. ર૩ સપ્ટેમ્બરથી ૪ નવેમ્બર સુધી કાનપુર સુધી દોડનારી સાપ્તાહિક વિશેષ ટ્રેન વાયા હિંમતનગર થઈ દોડશે.જે અંતર્ગત ટ્રેન નં. ૦૧૯૦૬/૦૧૯૦૫ અસારવા-કાનપુર સેન્ટ્રલ-અસારવા સાપ્તાહિક વિશેષ (૧૪ ફેરા) ટ્રેન નંબર ૦૧૯૦૬ અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૪ નવેમ્બર ૨૦૨૫ સુધી દર મંગળવારે ૦૯.૧૫ વાગ્યે અસારવાથી ઉપડશે અને બીજા દિવસે ૦૭.૦૦ વાગ્યે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. તેજ રીતે ટ્રેન નંબર ૦૧૯૦૫ કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૦૩ નવેમ્બર ૨૦૨૫ સુધી દર સોમવારે કાનપુર સેન્ટ્રલથી ૦૮.૧૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૦૫.૪૫ વાગ્યે અસારવા પહોંચશે.બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાઈ પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી, ઈદગાહ, ટુંડલા, ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશન પર ઉભી રહેશે.

Advertisement

 weekly special train નું બુકિંગ આ તારીખથી થશે શરૂ

આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.ટ્રેન નંબર ૦૧૯૦૬ નું બુકિંગ ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે, મુસાફરો વેબસાઈટની મુલાકાત લઈ શકે.

 અહેવાલ - યશ ઉપાધ્યાય,સાબરકાંઠા

આ પણ વાંચો:    Gandhinagar : ગૃહ વિભાગે IPS પિયુષ પટેલને સોંપ્યો વધારાનો હવાલો, વાંચો વિગત

Tags :
Advertisement

.

×