Dahod: પત્નીએ જ કરાવી હતી પતિની કરપીણ હત્યા, પ્રેમી સહિત ચાર આરોપીઓને પોલીસે દબોચ્યા
- પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કરાવી હતી પતિની હત્યા
- પ્રેમી સહિત ચાર આરોપીઓની કરવામાં આવી ધરપકડ
- દાહોદ પોલીસે ઉકેલ્યો છ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ
Dahod: ગરબાડા તાલુકાના બોરિયાળા ખાતે આશરે છ મહિના પહેલા 48 વર્ષીય હિમતાભાઈ મંડોડનો કૂવા માઠી મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે મૃતકના દીકરાએ ગરબાડા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને પોર્સ્ટમોર્ટમ બાદ વિશેરા એફએસએલમાં મોકલી આપ્યો હતો. વધારે વિગતે વાત કરવામાં આવે તો, એફએસએલ રિપોર્ટ પ્રમાણે પાણીમાં ડૂબવાથી મૃત્યુ નહીં થયું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે હત્યા થઈ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી
રિપોર્ટ પ્રમાણે મૃતકનું પાણીમાં પડતાં પહેલા મૃત્યુ થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે હત્યા થઈ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને ઊલટ તપાસમાં મૃતકનો કુટુંબી છેલ્લા સમયે તેની સાથે હોવાનું જણાતા પોલીસને રસુલ ઉપર શંકા ગઈ હતી. ત્યાર બાદ દિશામાં તપાસ કરતાં રસુલને મૃતકની પત્ની સમૂડીબેન સાથે પ્રેમ સબંધ હતો તે બાબત સામે આવી હતી. જેને પગલે પોલીસે રસુલની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને પોતે પોતાના સાગરીતો પાસે હત્યા કરાવી હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: Valsad: માનવતાએ હદ વટાવી! કેરટેકર મહિલાએ માસૂમ બાળકીને માર માર્યો
ચાર લોકોએ સાથી મળીને હત્યાનો અંજામ આપ્યો
Dahod પોલીસને ગેરમારગે દોરવા મૃતકની પત્ની પણ પોલીસ પાસે પહોંચી હતી અને હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસની આજીજી કરી હતી તો બીજી તરફ પ્રેમી રસુલનો ભાણેજ અને હત્યામાં સામેલ નન્નુએ કોર્ટના દ્વાર ખખડાવી અરજી કરી હતી કે તેના મામા રસુલ મંડોડને પોલીસ ખોટી રીતે હેરાન કરી પૂછપરછ કરી રહી છે. આવી અરજી કરીને રક્ષણ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ચારેય આરોપી પોલીસ પકડમાં આવી ગયા હતા.
આ પણ વાંચો: Ahmedabad: ‘ફેમિલીને બેકસૂર સાબિત કરવા...’ 21 વર્ષીય યુવકે પોતાની જીવનલીલા સંકેલી
આરોપીઓ પહેલા મૃતકને લગ્ન પ્રસંગમાં લઈ ગયા અને પછી...
મૃતકને તેની પત્ની સાથે અવારનવાર તકરાર થતી હતી જેને પગલે સમૂડીબેને પોતાના પ્રેમીને 50 હજાર આપવાનું કહી તેની હત્યા કરાવવાનું કહેતા પ્રેમીએ તેના ભાણેજ અને અન્ય એક ઈસમને આ કાવતરામાં સામેલ કર્યા હતા. એપ્રિલ માસમાં પોતાની સાથે મૃતકને સામાજિક પ્રસંગમાં લઈ ગયા અને ત્યાંથી કતવારા ખાતે લઈ ગયા હતાં. જ્યાં આયોજન મુજબ તેના સાગરીતો ત્યાં આવી જતાં તેમની સાથે મૃતકને બાઇક ઉપર મોકલ્યા હતા. ઈશ્વર તેમજ નન્નુ નામના બે ઇસમો મૃતકને બોરીયાલા ખાતે લઈ જઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરીને લાશને નજીકમાં આવેલ કૂવામાં ફેકી ફરાર થઈ ગયા હતા. છ મહિના પછી દાહોદ (Dahod) એલસીબી એ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પત્ની અને તેના પ્રેમી સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ
આ પણ વાંચો: Gujarat: એકલા દીવ ફરવા જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ સમાચાર વાંચી લો નહીં તો...


