Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha બેંકના પૂર્વ ચેરમેન સાથે મહિલાએ ઝપાઝપી કરતાં ચકચાર, વાંચો સંપૂર્ણ અહેવાલ

Sabarkantha બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ શનિવારે અમદાવાદની સર્વોદય બેંકની સામાન્ય સભામાં ડિરેકટર હોવાને નાતે હાજરી આપવા પહોંચ્યા હતા
sabarkantha બેંકના પૂર્વ ચેરમેન સાથે મહિલાએ ઝપાઝપી કરતાં ચકચાર  વાંચો સંપૂર્ણ અહેવાલ
Advertisement
  1. ઘટના સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી
  2. મહિલાએ પૂર્વ ચેરમેન સાથે ઝપાઝપી કરવાનું શરૂ કર્યું
  3. સહકારી અગ્રણી સમય સુચકતા વાપરીને જતા રહ્યા હતા

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત જિલ્લા સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી શનિવારે અમદાવાદની એક સહકારી બેંકની સામાન્ય સભામાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા ત્યારે. અચાનક એક મહિલાએ આવીને તેમની સાથે થોડીક વાતચીત કર્યા બાદ ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. જેથી આ સહકારી અગ્રણી સમય સુચકતા વાપરીને જતા રહ્યા હતા. જે અંગેની વિગતો તરત જ સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો: Gir Somnath: સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુ-ટ્યુબર ‘રોયલ રાજા’ ઊર્ફે દીનેશ સોલંકી પર હુમલો

Advertisement

સહકારી અગ્રણી સમય સુચકતા વાપરીને જતા રહ્યા હતાં

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ શનિવારે અમદાવાદની સર્વોદય બેંકની સામાન્ય સભામાં ડિરેકટર હોવાને નાતે હાજરી આપવા પહોંચ્યા હતા. જયાં બેંકના દરવાજે ઉભેલ એક મહિલાએ તેમની પાસે આવી ઉગ્ર ભાષામાં વાતચીત કર્યા બાદ અગમ્ય કારણોસર આ મહિલાએ પૂર્વ ચેરમેન સાથે ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. જેથી સમય પારખીને પૂર્વ ચેરમેન જતા રહયા હતા. જોકે અહીં ઉપસ્થિત કેટલાક લોકોએ તરતજ દોડી આવીને આ મહિલાને તગેડી મુકવાના પ્રયાસ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો: ‘હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી’ દેવાયત ખવડ વિવાદને લઈને ગુજરાત ફર્સ્ટ પાસે EXCLUSIVE ઓડિયો ક્લિપ

ઘટના સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી

ઉલ્લેખનીય છે કે, થોડાક વર્ષો અગાઉ વંદના પટેલ નામની મહિલાએ મહેશભાઈ પટેલ તથા પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય પર કરેલા આક્ષેપો બાદ હાલ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. કદાચ મહેશભાઈ પટેલ સાથે ઝપાઝપી કરનાર આ મહિલાએ આવીને વધુ એક વખત મામલો ગરમાવી દેતાં સહકારી રાજકારણમાં વધુ એક વખત આ મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કેવી કાર્યવાહી થયા છે.

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×