ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: લિકર પરમિટ મેળવવામાં પુરુષોથી મહિલાઓ આગળ નીકળી

અમદાવાદમાં લિકર પરમિટમાં મહિલાઓ આગળ નીકળી છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ મહિલાઓ પુરૂષોની નજીક પહોંચી રહી છે Liquor Permit In Ahmedabad: અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં આવી છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ...
10:14 AM Dec 07, 2024 IST | Hiren Dave
અમદાવાદમાં લિકર પરમિટમાં મહિલાઓ આગળ નીકળી છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ મહિલાઓ પુરૂષોની નજીક પહોંચી રહી છે Liquor Permit In Ahmedabad: અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં આવી છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ...

Liquor Permit In Ahmedabad: અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં આવી છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ નિકળી ગઈ છે. 2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ છે. તેમાંથી 690 પરમિટ મહિલાઓને અપાઈ છે. જ્યારે પુરૂષોને 587 પરમિટ અપાઈ છે. અમદાવાદમાં લિકર પરમિટમાં ધીરે ધીરે મહિલાઓ પુરૂષોની નજીક પહોંચી રહી છે.

90 લિકર પરમિટ પુરૂષો પાસે હતી

અમદાવાદમાં 2019થી 2024ના મે સુધીમાં કુલ 14,132 લોકોની લિકર પરમિટ રીન્યુ કરવામાં આવી હતી. તેમાં 8115 પુરૂષ અને 6257 મહિલા છે. એક દાયકા પહેલાં અમદાવાદમાં અપાતી લિકર પરમિટમાં 90 ટકા પરમિટ પુરૂષોને અપાતી હતી. પરંતુ મહિલાઓ પણ ધીરે ધીરે લિકર પરમિટ લેવા માંડી તેના કારણે રીન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું છે. જ્યારે મહિલાઓનું પ્રમાણ 40 ટકાથી વધારે છે.

છેલ્લાં 2 વર્ષમાં બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઈ

અમદાવાદમાં મહિલાને લિકર પરમિટમાં વધારાના આંકડો ધ્યાન ખેંચનારો છે. 2019થી 2022 દરમિયાન છ વર્ષમાં કુલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ હતી. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં તેના કરતાં લગભગ બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમિટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બર 2013 સુધીમાં કુલ 11,890 લોકોને પરમીટ આપવામાં આવી હતી. છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે કુલ 20,339 લોકો પાસે લિકર પરમિટ છે.

હોટલો દારૂ અને બિયરનું મોટા પ્રમાણમાં વેચાણ

અમદાવાદમાં જેમની પાસે લિકર પરમિટ છે એવાં લોકો મોટા ભાગે અમદાવાદ અને ગાંધીનગરની લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી લિકર ખરીદે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 25 જેટલી હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં 3 કરોડ રૂપિયાની આસપાસનો દારૂ વેચે છે. દિવાળીના તહેવારમાં 4 કરોડ રૂપિયાથી વધારે નો દારૂ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સિઝન અને લગ્નની સિઝન ચાલુ હોવાથી લિકર પરમિટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યારે લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી દારૂ અને બિયર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે.

Tags :
AhmedabadAhmedabad GandhinagarGujarat Firstliquor permitsmen in gettingWomen outpace
Next Article