Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Older Persons Day 2025: દાદા દાદીનું ઘર શારદેશ્વર વૃદ્ધાશ્રમ,ગોકુલધામ,નાર

સ્વામિનારાયણ ગોકુલધામ નાર પરીસર વડિલોના આનંદથી ગુંજી ઉઠ્યું
world older persons day 2025  દાદા દાદીનું ઘર શારદેશ્વર વૃદ્ધાશ્રમ ગોકુલધામ નાર
Advertisement

World Older Persons Day 2025 : વિશ્વવ્યાપી સ્તરે દર વર્ષે 1 ઑક્ટોબરના દિવસે "વિશ્વ વૃદ્ધ દિવસ" ઉજવવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં તો  માબાપને ભગવાનનું સ્થાન અપાયું છે...હિન્દુઓમાં તો વડીલો પૂજ્ય છે. માબાપને આદર આપવો એ તો આપણા સંસ્કાર છે. 

Advertisement

આ તો ખાસ કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિ માટેનો દિવસ છે. આ દિવસનો હેતુ વૃદ્ધોની મહત્તા સમજાવી, તેમના અનુભવ અને આશીર્વાદને માન આપવું તેમજ સમાજમાં તેમના પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાનો સંદેશ ફેલાવવાનો છે.

Advertisement

World Older Persons Day 2025: ગોકુલધામ નાર ખાતે આવેલ શારદેશ્વર વૃદ્ધાશ્રમ-દાદા દાદીનું ઘર 

અલબત્ત,ભારતમાં પણ વૃધ્ધાશ્રમો છે.સંજોગના માર્યા વડીલો નિરાશ્રય ન થાય એ માટે ઘણી બધી સ્વયંસેવી સંસ્થાઓ વૃધ્ધાશ્રમો ચલાવે છે અને વડીલોની સેવા સુશ્રૂષા સાથે પાળે છે.

આ પાવન પ્રસંગે ગોકુલધામ નાર ખાતે વિશ્વ વૃદ્ધ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગોકુલધામ નાર ખાતે આવેલ શારદેશ્વર વૃદ્ધાશ્રમ તેમજ સાંજ વડિલોનો વિસામો, ઝારોલાના 80 થી વધુ બા-દાદાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશેષ કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા તરીકે ડૉ. વિજયભાઈ ઠક્કર અને પ્રણવભાઈએ Art of Living  (આર્ટ ઓફ લિવિંગ) વડિલોને માર્ગદર્શક વ્યાખ્યાન આપી સમજાવ્યું કે જીવનના અંતિમ પડાવને કેવી રીતે આનંદ, સ્વાસ્થ્ય અને શાંતિ સાથે પસાર કરવો. સાથે સાથે વડિલોને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રેરિત કરવામાં આવ્યા.

વડિલોને સુખદ સંદેશ આપતી એક પ્રેરણાત્મક ફિલ્મ પણ દર્શાવવામાં આવી, જે વડિલોના જીવનમાં નવી પ્રેરણા રૂપ બની. સાથે જ વડિલોએ ગોકુલધામ પરીસરની મુલાકાત લીધી અને ગૌપૂજનનો લાભ લીધો. કાર્યક્રમના અંતિમ તબક્કામાં પ.પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી, પ.પૂ. હરિકૃષ્ણ સ્વામીજી અને ૫.પૂ. પુરસોત્તમદાસજી સ્વામી ઉપસ્થિત રહી વડિલોને આશીર્વાદ આપી કેક કટિંગ કરીને વડિલોને મોં મીઠું કરાવવામાં આવ્યું. વિશ્વ વૃદ્ધ દિવસની ગોકુલધામ નાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરીને વડિલોના માન, સન્માન, આશીર્વાદ અને આનંદનો અનોખો સંદેશ સમાજ સમક્ષ મુક્યો.

આ પણ વાંચો: Gujarat BJP: નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિશે જાણો અજાણી વાતો

Tags :
Advertisement

.

×